ગુજરાત ભૂમિ, બોટાદ
આગામી પ્રજાhસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જે અન્વયે બોટાદ શહેરના મુખ્ય માર્ગો તેમજ બોટાદ શહેરી વિસ્તારના વોર્ડ નં.૧ થી ૧૧ માં વોર્ડ વાઇઝ તેમજ બોટાદ શહેરમાં પસાર થતી ઉતાવળી નદી તથા મધુમતીની સફાઈની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,બોટાદ શહેરની સફાઇની કામગીરી માટે ગઢડા, બરવાળા અને ધંધુકા નગરપાલિકાની ટીમો આવી છે જે અન્વયે ગઢડા નગરપાલિકાની સફાઇની ટીમ દ્વારા ગઢડા રોડ, બરવાળા નગરપાલિકાની ટીમ દ્વારા સાળંગપુર રોડ, ધંધુકા નગરપાલિકાની ટીમ દ્વારા પાળીયાદ રોડ સફાઇની કામગીરી કરી રહ્યાં છે. ત્યારે બોટાદ નગરપાલિકાની કામગીરીમાં વહીવટદાર તથા ચીફ ઓફીસરના માર્ગદર્શન નીચે સેનેટરી ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ મારફત સતત મોનીટરીંગ કરી પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં બોટાદ નગરપાલિકાના સેનેટર ઇન્સ્પેક્ટરઓ દ્વારા નાઇટ ડ્રાઇવ કરી કચરો ફેકનાર કે ગંદકી કરનાર ઇસમોને પકડી કાર્યવાહી કરી રહ્યાં છે તેમ, નગરપાલિકાના ચીફ ઓફિસર,બોટાદ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે.