Read Time:1 Minute, 20 Second
ગુજરાત ભૂમિ, ભાવનગર
તાલુકા કક્ષાનો મે-૨૦૨૩ નો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪/૦૫/૨૦૨૩ નાં રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજાનાર છે. જેમા જિલ્લા કલેક્ટર વલ્લભીપુર ખાતે, જિલ્લા વિકાસ અધિકારી તળાજા તાલુકા ખાતે તેમજ પોલીસ અધિક્ષક ભાવનગર ગ્રામ્ય તાલુકાનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ અન્ય તાલુકા સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ નાં અધિકારીઓ સંચાલન કરશે અને લોકોનાં પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે.
આ તાલુકા કક્ષાનાં સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત અંગેની અરજીઓ સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત તલાટી કમ મંત્રીને રજુ કરવા અધિક કલેક્ટર ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે.