ગુજરાત ભૂમિ, ભાવનગર
મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર તથા રાષ્ટ્રીય અંધજન મંડળ, ભાવનગર જિલ્લા શાખાનાં સંયુક્ત ઉપક્રમે કે.કે.અંધજન શાળા, વિદ્યાનગર, ભાવનગર ખાતે ખાસ દિવ્યાંગ જોબફેર યોજાઈ ગયો.
કુલ-૧૬૪ દિવ્યાંગ રોજગારવાંચ્છુ ઉમેદવારોને ભરતીમેળામાં ભાગ લેવા પત્ર તેમજ ટેલિફોનિક જાણ કરવામાં આવેલ હતી. જેમાંથી નોકરીદાતાની કુલ-૫૧ જગ્યા સામે કુલ-૨૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લાની નામાંકિત કંપનીઓ-૦૯ તેમજ જિલ્લા બહારની કંપનીઓ-૦૧ મળી કુલ-૧૦ કંપનીઓએ ભાગ લીધો હતો. ઉપસ્થિત નોકરીદાતા દ્વારા મશીન ઓપરેટર, એસેમ્બલી ઓપરેટર, ટેક્નીશીયન, કેમિસ્ટ, ટ્રેઈની, ક્લાર્ક/સુપરવાઈઝર, વેલ્ડર, ફીટર, ટર્નર, ઈલેક્ટ્રીશીયન વગેરે જેવી વિવિધ જગ્યાઓ માટે પસંદગી આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા જિલ્લા રોજગાર અધિકારીનાં માર્ગદર્શન હેઠળ જનરલ સેક્રેટરી, કે.કે.અંધજન શાળા, ભાવનગર તેમજ રોજગાર કચેરી, ભાવનગર સ્ટાફએ જહેમત ઉઠાવી હતી.