ગુજરાત ભૂમિ, ગીર-સોમનાથ
ગુજરાત રાજ્યની કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર હેઠળની કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ, વેરાવળ ખાતે ચાલતા સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (આઈ.સી.એ.આર.), નવી દિલ્હીના તેમજ યુનિવર્સિટીના નિયમો મુજબ ચલાવવામાં આવે છે તે સુનિશ્ચિત કરવા તથા મહાવિદ્યાલયની અભ્યાસની તમામ પ્રવૃત્તિઓનું અવલોકન કરવા માટેભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ICAR, નવી દિલ્હીનીટીમ તારીખ ૨૩ થી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમ્યાન એક્રેડીટેશન માટે કોલેજ ની મુલાકાતે આવેલ હતી. જે અંતર્ગત ફિશરીઝ કોલેજ, વેરાવળને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હીનું આગામી પાંચ વર્ષો માટે એક્રેડીટેશન મળ્યું છે.
આ એક્રેડીટેશન મળવાથી ફિશરીઝ કોલેજ, વેરાવળ એ ભારતની અગ્રગણ્ય નામાંકિત કોલેજોની હરોળમાં સ્થાન પામેલ છે અને આઈ.સી.એ.આર., નવી દિલ્હીદ્વારા આ કોલેજને દર વર્ષે નિયમિતરૂપે ડેવલપમેન્ટ ગ્રાન્ટ મળશે અને કોલેજના વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ માટે ખૂબ મદદરૂપ થશે. જે ફિશરીઝ કોલેજ, વેરાવળ તેમજ સમગ્ર યુનીવર્સીટી માટે ગૌરવની વાત છે.
ઉલ્લેખનીય છે કે કામધેનુ યુનિવર્સિટીના માન.કુલપતિ ડો.એન.એચ.કેલાવાલા ના નેતૃત્વમાં ફિશરીઝ ફેકલ્ટીના ડીન ડો. એમ. એન. બ્રહ્મભટ્ટ, ફિશરીઝ કોલેજ, વેરાવળના આચાર્ય ડો. એસ. આઈ. યુસુફ્ઝાઈ અને કોલેજના સ્ટાફ દ્વારા ફિશરીઝ કોલેજ, વેરાવળને શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે ખુબ આગળ લાવી અને આ કોલેજ દરેક બાબતોમાં પરિપૂર્ણ થાય તે દિશામાં કાર્ય થઈ રહ્યુ છે.