ગીર સોમનાથ જિલ્લાના બોરના માલીકોને જરૂરી તકેદારીના પગલા લેવા સુચના

Views: 87
0 0

Read Time:2 Minute, 26 Second

ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ

રાજયમાં ભૂગર્ભ જળ મેળવવા માટે ખેડૂતો દ્વારા પાણીના બોર બનાવવામાં આવે છે અને આવા બોર નકામા બનતા તે બોર પ્રત્યે બોરના માલીક દ્વારા પુરતી કાળજી નહી લેવામાં આવતા અને બોર ખુલ્લાં મુકી દેવાના કારણે નાના બાળકો તેમાં પડી જતા મૃત્યુ પામવાના બનાવો બને છે. આથી આવી ગંભીર ઘટનાઓ નિવારવા તેમજ તકેદારીના પગલા લઈ શકાય તે માટે ગીર સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લીંબાસીયા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.

આ જાહેરનામાં અનુસાર ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જે તે વિસ્તારમાં બોરવેલ બનાવતા પહેલા સબંધિત વિભાગની મંજુરી મેળવી તે અંગેની ખાતરી જમીન માલીક, બોરવેલ માલીક તથા બોર બનાવનાર એજન્સીએ સબંધિત પોલીસ અધિકારીને કરાવવાની રહેશે.તેમજ બોરવેલ બનાવ્યા બાદ કોઈ જાનહાનિ થાય નહી અથવા બોરવેલમાં કોઈ બાળક, અન્ય વ્યકિત કે જાનવર પડીન જાય તેમજ કોઈપણ પ્રકારનો અકસ્માત ન સર્જાય તે અંગેના તમામ તકેદારીના પગલા જેવા કે, બોરને ફરતી મજબુત ફેન્સીંગ વાડ, ફરતી મજબુત દિવાલ કરવાની /કરાવવાની રહેશે. તેમજ આમ છતા અનઅધિકૃત રીતે કે ચોકકસ સુચનાઓનું પાલન કરવામાં ન આવે તો બોર બનાવનાર, બોર માલીક, ન જમીન માલીક સામે સુરક્ષા વ્યવસ્થાનું યોગ્ય પાલન ન કરવા તેમજ બેદરકારી દાખવવા બાબતે કાયદાકીય સબંધીત જોગવાઈઓ મુજબ કાયદેસરના પગલાં સબંધીત પોલીસ સ્ટેશનના અધિકારીઓએ લેવાના રહેશે.

જુના તથા બંધ પડેલ અથવા અવાવરૂ જગ્યા હોય તેવા બોરવેલના માલીકો /જમીન માલીકોએ પણ ઉપરોકત પરત્વે તકેદારીના કાળજી રાખવાની રહેશે. આ જાહેરનામુ ૬૦ દીવસ સુધી અમલમાં રહેશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *