ગીર-સોમનાથ જિલ્લાના ૩૪ સ્થળોએ પરવાનગી વગર ડ્રોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ

Views: 86
0 0

Read Time:3 Minute, 11 Second

ગુજરાત ભૂમિ, ગીર-સોમનાથ

પોલીસ મહાનિરિક્ષક (ઇન્ટેલીજન્સ), સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના પત્ર મુજબ ગીર-સોમનાથ જિલ્લામાં મહત્વ ધરાવતા ઇન્ટોલેશન્સને રેડ ઝોન અને યલ્લો ઝોનમાં મુકવામાં આવેલ કુલ-૩૪ સ્થળો ઉપર પરવાનગી વગર ડ્રોન(UAV)નો ઉપયોગ ન થાય તે મુજબ નિયંત્રણો મુકવા  આવ્યા છે અને તેનો  ભંગ ન થાય તે આવશ્યક છે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ,શ્રીબી.વી.લીંબાસીયા દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે.  

આ જાહેરનામા અનુસાર ગીર સોમનાથ  જિલ્લાના વિસ્તારના ૩૪ સ્થળોએ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોન(UAV)નો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવું આવ્યો છે તેમજ ઓફિસર ઓફ ધ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવીએશનમાં દર્શાવેલ જોગવાઈઓની અમલવારી કરવાની રહેશે આ જાહેરનામુ ૬૦ દીવસ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ  શિક્ષાને પાત્ર થશે.

જિલ્લામાં રેડઝોન અને યેલોઝોન અને ગ્રીન ઝોનમાં મુકવામાં આવેલ સ્થળોમાં સોમનાથ ટેમ્પલ પ્રભાસ-પાટણ, ભાલ્કા ટેમ્પલ, વેરાવળ, સ્પેશીયલ બ્યુરો ઓફીસ સુત્રાપાડા, કોસ્ટગાર્ડ સ્ટેશન વેરાવળ, સબ જેલ (વેરાવળ, તાલાળા,ઉના), ડ્રિસ્ટ્રીક્ટ કોર્ટ વેરાવળ અને ઉના, કલેકટર ઓફીસ ગીર-સોમનાથ, પોલીસ અધિક્ષક ઓફીસ ગીર-સોમનાથ, પોર્ટ ઓફીસ વેરાવળ, છારા પોર્ટ કોડીનાર, ૬૬ કેવી સબ સ્ટેશન વેરાવળ અને પ્રભાસ-પાટણ, ૨૨૦ કેવી સબ સ્ટેશન કન્સારી ઉના, ૧૩૨ કેવી સબ સ્ટેશન તાલાળા, ૨૨૦ કેવી સબ સ્ટેશન ટીંબડી સુત્રાપાડા, રેલ્વે સ્ટેશન તથા બસ સ્ટેન્ડ વેરાવળ, હીરણ ડેમ-૨ તાલાળા, સીવીલ હોસ્પિટલ વેરાવળ, લાઇટ હાઉસ વેરાવળ, લાઇટ હાઉસ નવાબંદર ઉના, માઇક્રો વેવ ટાવર વેરાવળ, ઉના અને કોડીનાર, ઈન્ડીયન રેયોન કંપની વેરાવળ, અંબુજા સિમેન્ટ કંપની કોડીનાર, સિધ્ધી સીમેન્ટ કંપની સુત્રાપાડા અને જી.એચ.સી.એલ. સુત્રાપાડા, ઉના બ્રિજ નંબર-૩૪૦, વોટર ટેંક વેરાવળ અને લોકોશેડ વેરાવળનો સમાવેશ થાય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *