Read Time:49 Second
ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
ઉના તાલુકા કક્ષાનાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉના ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
ગ્રામ્ય કે તાલુકા કક્ષાના પ્રશ્નોનું નિવારણ ન્યાયિક તેમજ અસરકારક તાલુકા મથકેથી જ કરવામાં આવે તે માટે તાલુકા કક્ષાએ ” સ્વાગત ફરિયાદ” નિવારણ કાર્યક્રમ મુખ્યમંત્રી દ્વારા યોજવામાં આવે છે. જે અંતર્ગત ઉના ખાતે કાર્યક્રમમાં વિવિધ કુલ ૧૬ પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો.
