તાલાલામાં લોહાણા મહાજન વાડી ખાતે ૨૧ માર્ચના યોજાશે આયુષ મેળો

Views: 86
0 0

Read Time:2 Minute, 12 Second

ગુજરાત ભૂમિ, ગીર-સોમનાથ

        નિયામક આયુષ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધીકારી, ગીર સોમનાથ દ્રારા તા.૨૧/૦૩/૨૦૨૩ના  લોહાણા મહાજન વાડી તાલાલા ખાતે સવારે ૯.૩૦ થી બપોરના ૩.૦૦ સુધી આયુષ મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

આ આયુષ મેળામાં જુદા-જુદા ૧૪ જેટલા આયુર્વેદ- હોમીયોપેથી નિષ્ણાંત તબીબો દ્વારા દરેક રોગોનુ વિનામુલ્યે નિદાન તથા સારવાર આપવામાં આવશે તેમજ ગેસ- અપચો- કબજીયાત, સાંધા-કમર-ગોઠણના દુખાવા, સ્ત્રીઓમાં માસિકની તકલીફ, ડાયાબીટીસ, બ્લડ પ્રેશર જેવા લાઇફ સ્ટાઇલ જન્ય રોગો, શીળસ, ખરજવું, સોરાયસીસ જેવા ચામડીના રોગો વગેરેનું સચોટ નિદાન તથા વિના મુલ્યે સારવાર કરાશે.

આ ઉપરાંત આયુર્વેદ ડોકટર દ્રારા જે-તે વ્યકિતની પ્રકૃતી(વાત-પિત્ત-કફ)ની તપાસ કરી આપવામાં આવશે. ઉપરાંત નિષ્ણાંત યોગ શિક્ષકો દ્વારા યોગાસન, પ્રાણાયમ અંગેનુ માર્ગદર્શન તેમજ  રસોડાની ઔષધીઓ દ્રારા ઘરગથ્થુ ઉપચાર અંગેનુ માર્ગદર્શન અને દિનચર્યા અને ઋતુચર્યા તેમજ વિવિધ ઔષધીઓના ઉપયોગનું ચાર્ટ પ્રદર્શન તથા આયુર્વેદ ઔષધિઓ વડે બનેલ લાઇવ વાનગીઓનુ પ્રદર્શન અને સાથેજ રોગ પ્રતિકારક શકિત વધારતા લાઇવ આયુર્વેદ ઉકાળા તથા હોમીયોપેથી દવા આર્સેનિક આલ્બમ વિના મુલ્યે આપવામાં આવશે. જન્મ થી ૧૨ વર્ષના બાળકો માટે સુવર્ણપ્રાશન વિના મુલ્યે આપવામાં આવશે. આયુષ મેળામાં વધુને વધુ લોકો લાભ લે તે  માટે અનુરોધ કરવામાં આવ્યો છે

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *