ગુજરાત ભૂમિ, મહેસાણા
અટલ સ્પોર્ટ્સ સેન્ટર માં મહેસાણામાં સૌ પ્રથમ વાર યોગ અને નેચરોપેથી પરામર્શ શિબિર નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું જેમાં ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશનના સભ્ય અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના યોગ કોચ શ્રીમતી જાનવીબેન મનસુરી તેમજ અજીતભાઈ પટેલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કો-ઓર્ડીનેટ દ્વારા આ શિબિરનું આયોજન કર્યું જેમાં યોગ અને નેચરોપેથી થી કેવી રીતે નીરોગી જીવન જીવી શકાય તે માટે નું જ્ઞાન આપવામાં આવ્યું જેમાં ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઈઝેશનના જનરલ સેક્રેટરી વિજય કુમાર શેઠ તથા અનિલભાઈ ત્રિવેદી જોન કોર્ડીએટર સૌરાષ્ટ્રઅને મહેસાણા શહેર વોર્ડના પ્રભારી ઈમ્તિયાઝ ભાઈ મન્સૂરી કે જેઓ ભાજપા સંગઠનમાં મહેસાણાના જિલ્લાના માઈનોરીટી પાંખ ના જિલ્લા મંત્રી પણ છે તેઓ હાજર રહ્યા અને નેચરોપેથી વિશે ખુબ જ સરસ માહિતી આપી. જેમાં મહેસાણાના એસ.પી અચલ ત્યાગી પણ હાજર રહી લોકોને યોગ અને નેચરોપેથીને ઘર ઘર સુધી પહોંચાડવા પ્રેરણા આપી અને આ કાર્યક્રમમાં 200 થી પણ વધારે લોકોએ આ શિબિર નો લાભ લીધો

