ભાવનગરના દિવ્યાંગ ખેલાડી અલ્પેશભાઈ સુતરીયા નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા

Views: 83
0 0

Read Time:3 Minute, 37 Second

ગુજરાત ભૂમિ, ભાવનગર

            ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા અલ્પેશભાઈ સુતરીયા અભયપ્રસાદ સ્ટેડિયમ ઈન્દોર માં રમાયેલ નેશનલ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાંથી અલ્પેશભાઈ સુતરીયાએ બ્રોન્ઝ મેડલ જીતીને ચાલુ વર્ષમાં બીજું મેડલ પ્રાપ્ત કર્યું છે અલ્પેશભાઈ ૮૦% દિવ્યાંગતા ધરાવે છે અગાઉ તેઓ ફેબ્રુઆરી માસમાં આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સિલ્વર જીત્યા પણ જીતી ચૂક્યા છે. ઈન્દોર ખાતે રમાયેલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે આ ટૂર્નામેન્ટમાં ભારતમાંથી કુલ ૨૧૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં ટેબલ ટેનિસ એસોસીએશન ઓફ ભારત સરકાર દ્વારા મધ્ય પ્રદેશ એસોસિએશન ના સ્પોન્સરશીપથી આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અલ્પેશભાઈ કેટેગરી એમ એસ-૧ માં કુલ નવ પ્લેયર હતા તેઓની વચ્ચે લીગ મેચ રમાયેલી હતી. આ લીગમાં દરેક પ્લેરો સામે રમવાનું હતું જેમાં અલ્પેશભાઈ એ કુલ ચાર મેચ જીતેલ અને બે મેચ હારેલ તેથી પોઇન્ટ ના હિસાબે તેમને બોન્જ મેડલ પ્રાપ્ત થયો છે. તેઓએ સંદીપ ડાંગી હરિયાણા, જેડી મદન કર્ણાટકા, મયંક શ્રીવાસ્તવ ઉત્તર પ્રદેશ, વિકાસ ચોટફુલે મધ્યપ્રદેશ દરેક રાજ્યના ખેલાડીઓને હરાવ્યા હતા. અગાઉ અલ્પેશભાઈ ઇજિપ્ત ખાતે રમાયેલ ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લઈને ગુજરાતને રીપ્રેસન્ટ કર્યું હતું. જેમાં કેટેગરી-૧ રમાયેલ મેચોમાં ઈજિપ્ત, સાઉથ આફ્રિકા, ફ્રાંસ, કજાકીસ્તાન જેવા દેશના ખેલાડીઓને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો અને અંતિમ રાઉન્ડમાં અલ્પેશ ભાઈની હાર થઈ હતી પરંતુ સિલ્વર મેડલ જીત્યાંની ખુશી હતી. આ અંગે અલ્પેશભાઈ સુતરીયાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ચાર-પાંચ વર્ષથી નેશનલ ટેબલ ટેનિસ રમી રહ્યા છીએ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાવનગરમાંથી તેઓ એવા પ્રથમ દિવ્યાંગ ખેલાડી હશે કે જેમને આ લેવલ સુધી પહોંચીને ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું હોઇ અને તેમ પણ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હોઇ. આમ, આ વર્ષે નેશનલ લેવલની બે ટૂર્નામેન્ટમાં ખૂબ જ સારું પ્રદર્શન કરીને ભાવનગરનું રમત ગમત ક્ષેત્રે નામ રોશન કર્યું છે. અલ્પેશભાઈ સુતરીયા ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસમાં પોસ્ટલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે તેમજ આંબાવાડી ખાતે આવેલ અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર ખાતે ટેબલ ટેનિસની પ્રેક્ટિસ કરી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *