ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતા ફાયર સેફટીના સાધનો અંગે તા.૨૬/૦૨/૨૦૨૩નાં રોજ (૧) ધ ગાર્ડન સિટી, સાધુવાસવાણી રોડ, (૨) દ્વારિકા દર્શન, મીલપરા મેઇન રોડ અને (૩) આપદા મિત્ર એસ. આર. પી. ગૃપ ૧૩નાં જવાનોને ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલ અને તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો માહિતગાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ ધારકો દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલનું આયોજન કરવા સ્વૈચ્છીક અરજી કરશે તેમને મોકડ્રીલમા અગ્રતા આપવામાં આવશે.
ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન (૧) ધ ગાર્ડન સિટી, સાધુવાસવાણી રોડ, રાજકોટ ખાતે ૩૫ રહેવાસીઓ (૨) દ્વારિકા દર્શન, મીલપરા મેઇન રોડ, ખાતે ૩૫ રહેવાસીઓ અને (૩) આપદા મિત્ર એસ.આર.પી. ગૃપ ૧૩ ના ૪૮ જેટલા જવાનો અને ૦૨ મહિલાઓને કાલાવડ રોડ ફાયર સ્ટેશન ખાતે બેઝિક ફાયર ફાઇટીંગની તાલીમ આપેલ. ધ ગાર્ડન સીટી અને અપાદા મિત્રની તાલીમમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફીસર રોહિત વિગોરા અને લીડીંગ ફાયરમેન જ્યપાલસિંહ ઝાલા, ફાયરમેન જયેશ ભેરેયા, નિલેસ વડેખણિયા અને ડ્રા. કિરણ ડોડિયાર તથા દ્વારિકા દર્શન બિલ્ડીંગમાં સ્ટેશન ઓફિસર એ.એસ. બારીયા તથા ફાયરમેન મેહુલ ઝિઝુવાડિયા સહિતના સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસર નો ઉપયોગ કેવી રીતે કરવો, અને જાળવણી કઇ રીતે કરવી, તેમજ પોતાનો તથા અન્યનો બચાવ કઇ રીતે કરવો તે અંગે તાલીમનું આયોજન કરવામા આવેલ.