“વન વીક, વન રોડ” ઝુંબેશ
ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૨૧-૦૨-૨૦૨૩ના રોજ સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૩નાં વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેક્સ વસુલાત કરવી, જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા દંડની કાર્યવાહી કરેલ અને ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા વિવિધ બિલ્ડીંગોમાં ફાયર NOC અંગે ચકાસણીની કામગીરી કરવામાં આવે છે.
(ટાઉન પ્લાનિંગ શાખાની કામગીરી)
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.૨૧/૨/ર૦ર૩ના રોજ વન વીક વન રોડ અંતર્ગત શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.૩માં સમાવિષ્ટ સાધુ વાસવાની કુંજ રોડ પર ફૂટપાથ, માર્જિન તથા રોડમાં થયેલ નીચેની વિગતેના દબાણો/ગેરકાયદેસર બાંધકામ દુર કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે કુલ ૧૦ સ્થળોએ દબાણ દુર કરી અંદાજે ૧૩૪૫૫ ચો. ફૂટ પાર્કિંગ/રસ્તા પૈકીની જગ્યા ખુલ્લી કરાવવામાં આવેલ છે
| ક્રમ | સ્થળ | દુર કરવામાં આવેલ દબાણની વિગત |
| ૧ | જય અંબે કોમ્પ્લેક્ષ | છાપરાનું દબાણ |
| ૨ | શ્રદ્ધા એપાર્ટમેન્ટ | છાપરાનું દબાણ |
| ૩ | રામ કોમ્પ્લેક્ષ | ઓટલાનું દબાણ |
| ૪ | ચાણક્ય કોમ્પ્લેક્ષ | છાપરાનું દબાણ |
| ૫ | સાંઈનાથ કોમ્પ્લેક્ષ | છાપરાનું દબાણ |
| ૬ | સાનિધ્ય એપાર્ટમેન્ટ | છાપરાનું દબાણ |
| ૭ | હરીકૃષ્ણ એન્કલેવ | છાપરાનું દબાણ |
| ૮ | રવેચી હાર્ડવેર | છાપરાનું દબાણ |
| ૯ | ઇસ્કોન ફ્લેટ્સ | છાપરાનું દબાણ |
| ૧૦ | શિવાલય-“ઈ” | છાપરાનું દબાણ |

આ કામગીરીમાં સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી કમિશ્નર સાહેબ, સીટી એન્જીનીયર સેન્ટ્રલ ઝોન તેમજ સેન્ટ્રલ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા, બાંધકામ/વોટર વર્કસ/ડ્રેનેજ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, વેરા વસુલાત શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ફૂડ વિભાગ, આરોગ્ય શાખા, ગાર્ડન શાખા, પ્રોજેક્ટ શાખા, ટ્રાફિક, ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ મેનેજમેન્ટ શાખાના તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા તેમનો તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.
(દબાણ હટાવશાખાનીકામગીરી)
રાજકોટ મહાનગરપાલિકાની વન વીક વન રોડ અંતર્ગત દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૨૧/૦૨/૨૦૨૩ શહેરમાં સાધુવાસવાણીકુંજ રોડ, રેલનગર રોડ સુધી દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
જેમ કે, રસ્તા પર નડતરરૂપ ૦૧ રેકડી / કેબીન જપ્ત કરવામાં આવી હતી એન ૩૧૫ બોર્ડ બેનર સાધુવાસવાણીકુંજ રોડ પરથી ઉતારવામા આવેલ છે.

(ફાયર એન્ડ ઇમરજન્સી શાખાનીકામગીરી)
વન વીક વન રોડ અંતર્ગત ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા સાધુવાસવાણીકુંજ રોડ, રેલ નગરમાં હાઈરાઈઝ રહેણાંક બિલ્ડિંગ – ૦૩,સ્કુલ – ૦૧, કોમર્શિયલ – ૨, કુલ – ૦૬ જગ્યાએ ફાયર NOC અંગે ચકાસણી કરવામાં આવી અને જેમાં, ઉત્કર્ષ રેસીડેન્સી ટાવર ABCD અને જસાણી રેસીડેન્સી ટાવર E, Fને ફાયર એન.ઓ.સી. રિન્યુઅલ નોટીસ આપવામાં આવેલ છે.
(રોશની શાખાનીકામગીરી)
રાજકોટ મહાનગરપાલિકાની રોશની શાખા દ્વારા આજ રોજ તા.૨૧/૨/૨૦૨૩ના “વન વીક વન રોડ“ ઝુંબેશ અંતર્ગત શહેરના સાધુવાસવાણીકુંજ રોડ, રેલનગરનાં રસ્તા પર રહેલા ૩૪ પૈકી એક બંધ સ્ટ્રીટ લાઈટને રીપેરીંગ કરી શરૂ કરવામાં આવેલ છે તથા નડતરરૂપ દબાણને લગત જુદા જુદા પાંચ લોકેશન પરથી ઇલેક્ટ્રીક સર્વિસ વાયર દૂર કરવામાં આવેલ છે.
(ફૂડ શાખાની કામગીરી)
- વન વીક વન રોડ ઝૂંબેશ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા સાધુવાસવાણી કુંજ રોડ – રેલનગર વિસ્તારમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ ૨૩ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ચકાસણી દરમિયાન કુલ ૧૦ કિ.ગ્રા. ઉપયોગમાં લેવાતા દાજીયા તેલનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તથા ૦૯ પેઢીને લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ.

- ચકાસણી કરેલ ધંધાર્થીઓની વિગત :-
વન વીક વન રોડ ઝૂંબેશ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા તા. ૨૧-૦૨-૨૦૨૩ ના રોજ શહેરના સાધુવાસવાણી કુંજ રોડ -રેલનગર વિસ્તારમાં આવેલ (૧)ચામુંડા ફરસાણ & સ્વીટ માર્ટ -ઉપયોગમા લેવાતા દાજીયા તેલનો ૧૦ કિ.ગ્રા. જથ્થો અખાધ્ય જણાતા સ્થળ પર નાશ કરવામાં આવેલ તથા લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપેલ (૨)શિવાંશીકા માર્ટ -લાયસન્સ બાબતે નોટિસ આપેલ (૩)શ્રીનાથજી મેડિકલ સ્ટોર & એજન્સી -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૪)પરિવાર માર્ટ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૦૫)ગિરિરાજ એન્ટરપ્રાઇઝ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૦૬)જય રામનાથ જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૦૭)ફોર્ચ્યુન માર્ટ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૦૮)જનતા પ્રોવિઝન સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (૦૯)શ્રી પુષ્ટિ જનરલ સ્ટોર -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ તથા (૧૦)આયુષી મેડિકલ સ્ટોર (૧૧)બાલાજી ફરસાણ (૧૨)માં ભગવતી આઇસક્રીમ (૧૩)માં ભગવતી ડિલક્ષ પાન (૧૪)નવરંગ ડેરી ફાર્મ & ફરસાણ (૧૫)શ્રી શક્તિ જનરલ સ્ટોર (૧૬)ક્રિશ્ના મેડિકલ સ્ટોર (૧૭)મઢૂલી મેડિકલ & જનરલ સ્ટોર (૧૮)બાપા સીતારામ કોલ્ડ્રિંક્સ & લચ્છી (૧૯)વિશ્વા મેડિકલ સ્ટોર (૨૦)હાઉસ ઓફ ફ્લેવર્સ (૨૧)વેલનેસ મેડિસિન્સ (૨૨)આવકાર પ્રોવિઝન સ્ટોર (૨૩)ક્રિશ્ના ડેરી ફાર્મ ની ચકાસણી કરવામાં આવેલ.
- નમુનાની કામગીરી :-
ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ ૨ નમૂના લેવામાં આવેલ :-
(૧)ગાયનું દૂધ (લૂઝ): સ્થળ -‘ક્રિશ્ના ડેરી ફાર્મ’, લોર્ડસ ક્રિશ્ના સિટી ગ્રા. ફ્લોર, જય અંબે કોમ્પ્લેક્ષની બાજુમાં, સાધુવાસવાણી કુંજ રોડ, રાજકોટ.
(૨)રાય (આખી-લૂઝ) : સ્થળ -‘શ્રી રાઘવ ઇન્ડસ્ટ્રીઝ’, જૂના માર્કેટિંગ યાર્ડ બી-૭, આર.ટી.ઓ. પાસે, રાજકોટ.
(સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાનીકામગીરી)
વન વીક વન રોડ અંતર્ગત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સાધુવાસવાણીકુંજ રોડ, રેલ નગર જાહેરમાં કચરો ફેંકનાર / ગંદકી કરવા બદલ ૦૧ આસામી પાસેથી રૂ. ૫૦૦/-, પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખવા / ઉપયોગ કરવા બદલ કુલ ૧૧ આસામી પાસેથી રૂ. ૪,૫૦૦/- એમ કુલ ૧૨ આસામીઓ પાસેથી રૂ. ૫,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ તેમજ એક વોંકળા અને ૧૪૦૦ રનીંગ મીટરડીવાઈડરની સફાઈ કરવામાં આવી હતી.
