0
0
Read Time:1 Minute, 5 Second
ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ગીર સોમનાથ દ્વારા તા.૨૨/૨૩-૦૨-૨૦૨૩ના રોજ સેન્ટ મેરી હાઈસ્કૂલ, પ્રભાસપાટણ સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ યોજાશે.
તા.૨૨-૦૨-૨૦૨૩ના સવારે ૮.૩૦થી ૯.૩૦ દરમિયાન યોજાનાર આ કલામહાકુંભમાં સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષાની સમૂહગીત, એકપાત્રીય અભિનય, દુહા, છંદ, ચોપાઈ, ચિત્રકલા વગેરે સ્પર્ધાઓ જ્યારે તા.૨૩-૦૨-૨૦૨૩ના રોજ હાર્મોનિયમ, વાયોલિન, કુચીપુડી જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે