Read Time:1 Minute, 25 Second
ગુજરાત ભૂમિ, જસદણ
જસદણની શાંતિ નિકેતન સ્કૂલ દ્વારા વિજ્ઞાન મેળો યોજાયો હતો જેમાં ધોરણ ચાર થી આઠ ના વિદ્યાર્થીઓ તેમજ તેમના વિષય શિક્ષકો દ્વારા ગણિત,વિજ્ઞાન, પર્યાવરણને લગતા વિવિધ મોડેલો તૈયાર કરવામાં આવેલ છે આ સાયન્સ ફેર માં કુલ 50 જેટલા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલ છે તમામ પ્રોજેક્ટ વિસ્તૃત માહિતી સાથે વિદ્યાર્થીઓ સમજાવી રહ્યા છે, આ પ્રોજેક્ટ જોવા માટે શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉત્સાહભેર જોડાયા છે.
આ સાયન્સ ફેર માં વિદ્યાર્થીઓ વાલીઓ અને નિર્ણાયકો દ્વારા પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબર આપી વિદ્યાર્થી અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ મા શાળાના તમામ કર્મચારીઓ દ્વારા જહેમત ઉઠાવજવામાં આવેલ અને સંસ્થાના ડિરેક્ટર ડો. કમલેશ હિરપરા દ્વારા વિદ્યાર્થી અને કર્મચારીને બીરદાવેલ છે.