વલસાડની સરકારી ઈજનેરિંગ ડિગ્રી કોલેજમાં ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત સેમિનાર યોજાયો

Views: 66
0 0

Read Time:2 Minute, 35 Second

ગુજરાત ભૂમિ, વલસાડ

           વિદ્યાર્થીઓના મોબાઈલમાં અભયમ અને સખી સંકટ એપ પણ ડાઉનલોડ કરાવાઈ વલસાડની સરકારી ઇજનેરિંગ ડિગ્રી કોલેજ ખાતે “ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫” અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં ૧૧૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અધિકારીઓ દ્વારા અભયમ અને સખી સંકટ એપ મોબાઈલમાં ડાઉનલોડ કરાવી સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્વેતા દેસાઇએ મહિલા લક્ષી યોજનાની વિગતવાર માહિતી આપી હતી. મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર દિવ્યાબેન.ડી.રાઠોડે જિલ્લામાં કાર્યરત SHE TEAM વિશે વિગતવાર માહિતી આપી હતી. દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી કમલેશ ગીરાસેએ ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત PPT દ્વારા વિગતવાર માહિતી આપી હતી. એડવોકેટ સી.યુ.પુજારીએ મહિલાલક્ષી કાયદાઓ વિશે માહિતી આપી હતી. જેમાં વિદ્યાર્થીઓને “ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫” અન્વયે જાગૃતતા સેમિનારમાં કાયદાકીય સમજ આપી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની મોબાઈલ એપ ડાઉનલોડ કરાવવામાં આવી હતી. PBSC (પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર)ના સ્ટાફે સખી સંકટ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી PBSC યોજનાની માહિતી આપી હતી.

સખી વન સ્ટોપ સેન્ટર વિશે કેન્દ્ર સંચાલક દ્વારા યોજનાની માહિતી આપી iec (ઈન્ફોર્મેશન,એજ્યુકેશન અને કોમ્યુનિકેશન) કીટનું વિતરણ કરી મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે વલસાડ સખી વન સ્ટોપ સેન્ટરના PBSC કાઉન્સેલર જાગૃતિબેન, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર કંચનબેન, કોલેજ સ્ટાફ અને મહિલા બાળ અધિકારીની કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સરકારી ઇજનેરિંગ ડિગ્રી કોલેજ દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો હતો. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *