ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતા ફાયર સેફટીના સાધનો અંગે રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટ કોઠારીયા રોડ અને નંદ હાઇટસ બિલ્ડીંગમા રહેતા લોકોને જાગૃતી માટે તા.૧૨/૦૨/૨૦૨૩ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ આ બાબતે વધુ ને વધુ લોકો માહિતગાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ ધારકો દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલનું આયોજન કરવા સ્વૈચ્છીક અરજી કરશે તેમને મોકડ્રીલમા અગ્રતા આપવામાં આવશે.
ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન (૧) રાધે ક્રિષ્ના એપાર્ટમેન્ટ કોઠારીયા રોડ રાજકોટ ૧૫ થી ૨૦ લોકો (૨) નંદ હાઇટસ રૈયા ખાતે ૧૨૫ જેટલા રહેવાસીઓ આ મોકડ્રીલ અને તાલીમમાં જોડાયેલ. જે મોકડ્રીલ અને તાલીમમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફીસર અમિત દવે અને હાર્દિક ગઢ્વી તથા લીડીંગ ફાયરમેન અને ફાયરમેન સહિતના સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસર નો ઉપયોગ કેવી રીતે કરવો, અને જાળવણી કઇ રીતે કરવી, તેમજ પોતાનો તથા અન્યનો બચાવ કઇ રીતે કરવો તે અંગે તાલીમનું આયોજન કરવામા આવેલ.