ગુજરાત ભૂમિ, ભરૂચ
ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન તથા મીનીસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા વીરગાથા નામનો પ્રોજેક્ટ ભારત વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાની બહાદુરીને લગતા કિસ્સા ઉપર સમગ્ર શાળાઓના વિદ્યાર્થીઓ પાસે વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. તે અંર્તગત ભરૂચ શહેરમાં આવેલી એસવીએમ હાયર સેકન્ડરીની વિદ્યાર્થીનીનું પેઇન્ટિંગ અને કવિતા શ્રેષ્ઠ રહ્યું હતું. જે અંર્તગત તેણીને પરિવાર સાથે ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીમાં આમંત્રણ પાઠવામાં આવ્યું છે. ભરૂચની એસવીએમ સ્કૂલમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બતુલ સંચાવાલાએ ધોરણ ત્રણ થી પાંચમી કેટેગરીમાં કારગિલ યુદ્ધના મહાન સપૂત કેપ્ટન મનોજકુમાર પાંડે ઉપર એક ભાવવાહી હિન્દી કવિતા લખી હતી. આ વીરગાથા પ્રોજેક્ટમાં ભારતમાંથી પસંદગી પામેલ ઉત્તમ ૨૫ કૃતિઓમાં માન ભર્યું સ્થાન મેળવ્યું છે. જેમાં ભરૂચની બતુલ સંચાવાલા દ્વારા રચાયેલ કવિતા થમ્સ સી જાતી હૈ સાંસે..એ શહિદ કેપ્ટન મનોજકુમાર પાંડેને આપેલ એક ઉત્કૃષ્ટ અંજલિ છે. (બોક્સ) બતુલ સંચાવાલાને સન્માનિત કરવા મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ભારત સરકાર દ્વારા સરકારી ખર્ચે ત્રણ દિવસ એટલે કે ૨૪-૨૫ અને ૨૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા તથા ૨૬ જાન્યુઆરીની પ્રજાસત્તાક પરેડ નિહાળવાનું આમંત્રણ વિદ્યાર્થીનીને પરિવાર સાથે આપવામાં આવ્યું છે. તેણીને સન્માનિત કરવા સાથે રોકડ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવનાર હોવાની માહિતી એસવીએમ હાયર સેકન્ડરી શાળાએ પૂરી પાડી હતી.
ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન તથા મીનીસ્ટ્રી ઓફ ડિફેન્સ દ્વારા વીરગાથા ના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ભારતીય સેનાના મહાન સપૂતો પર કવિતાઓ નિબંધ મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન દ્વારા ભારતીય સેનાના ગેલેન્ટરી એવોર્ડ વિજેતાઓના જીવન પર વિવિધ પ્રકારે પ્રસ્તુતિ કરવાનો પ્રોજેક્ટ હતો. જેમાં ભરૂચની બતુલ સંચાવાલાનું પેઇન્ટિંગ આખા ગુજરાત વિશ્વની શાળાઓમાંથી દેશભક્તિને તથા શહીદોના આંખોમાં આંસુ લાવી દે તેવી હોવાના કારણે તેણીનું પેન્ટિંગ અને કવિતાના કારણે તેણીને પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં સન્માનિત કરવામાં આવનાર છે.