ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
યુવક મંડળ સમૂહ લગ્નોત્સવ સમિતિ દ્વારા ઉમરેઠી ગામે સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નમંડપમાં લગ્નવિધિ પૂરી થયા બાદ વહીવટી તંત્ર દ્વારા તરત જ લગ્ન પ્રમાણપત્રો તેમજ શ્રીમદ્ ભાગવત પુરાણ અપર્ણ કરવામાં આવ્યા હતાં. વહીવટી તંત્રની સ્થળ પર જ પ્રમાણપત્ર વિતરણ કરવાની પ્રશંસનિય કામગીરી ગ્રામ્યજનોએ પણ ખૂબ જ ઉત્સાહથી વખાણી હતી.
આ લગ્નોત્સવમાં તાલુકા વિકાસ અધિકારી કૌશિકભાઈ પરમાર, વિસ્તરણ અધિકારીશ્રી પંચાયત ચિરાગભાઈ પુરોહિત તથા ટી.એલ.ઈ. સરમણભાઈ રામએ વિશેષ ઉપસ્થિતિ આપી હતી. ઉપરાંત આ લગ્નોત્સવમાં તલાટી કમ મંત્રી મનીષાબેન પી. રામએ પોતાના તરફથી શ્રીમદ્ ભાગવત પુરાણ અર્પણ કરી યુગલોને આશિર્વાદ પાઠવ્યા હતાં તદુપરાંત લગ્ન પ્રમાણપત્રો તૈયાર કરવામાં વીસીઈ કપિલભાઈ બારડ સહિતના કર્મચારીઓએ પણ ખુબ જહેમત ઉઠાવી હતી.