રાજકોટના ૧૦,૦૦૦થી વધુ સાયકલીસ્ટો સાયકલોફનમાં જોડાયા

Views: 52
0 0

Read Time:5 Minute, 33 Second

ગુજરાત ભૂમિ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા, રોટરી ક્લબ ઓફ રાજકોટ, રાજકોટ મીડ ટાઉન અને સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના સંયુંક્ર ઉપક્રમે આજે તા.૦૫/૦૨/૨૦૨૩ના રોજ સવારે ૦૬:૪૫ કલાકે કવિ રમેશ પારેખ રંગદર્શન રેસકોર્ષ ખાતે સાયકલોફન યોજાઈ, જેમાં રાજકોટના ૧૦,૦૦૦થી વધુ સાયકલીસ્ટો જોડાયા હતા.આ સાયક્લોફનમાં પાંચ કી.મી. અને 20 કી.મી. સાઈકલ રાઈડ યોજવામાં આવેલ. આ વખતે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલોના એસો.પણ જોડાયેલ . જેના કારણે શહેરની 500 થી વધુ શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેનાર છે. 

માનનીય મેયર ડો. પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને યોજયેલ આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર અને ધારાસભ્ય ડૉ. દર્શીતાબેન શાહ, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, કલેકટર અરુણ મહેશ બાબુ, રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા, DCP પાર્થ રાજ, કોર્પોરેટરઓ જયમીનભાઈ ઠાકર, ચેતન સુરેજા, વિનુભાઈ સોરઠીયા, હાર્દિક ગોહિલ, નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનના પ્રમુખ ડી.વી.મેહતા, સાયકલ ક્લબના પ્રમુખ દિવ્યેશભાઈ આઘેરા તથા રોટરી ક્લબના પ્રમુખ ધરતીબેન રાઠોડ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના મહામંત્રી પરિમલભાઈ પરડવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

માન. મેયર ડો. પ્રદીપ ડવે પોતાના પ્રવચનમાં એમ કહ્યું હતું કે, દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ “ફિટ ઇન્ડિયા” અભિયાન દેશવાસીઓને સ્વાસ્થ્ય પ્રત્યે વધુ ને વધુ સજાગ કરવાનો એક જબરદસ્ત પ્રયાસ છે. આ અભિયાનમાં સહભાગી થઈને રાજકોટ મહાનગરપાલિકા વિવિધ કાર્યક્રમોના આયોજનો કરે છે, અને તેના માધ્યમથી સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓને ભરપૂર પ્રોત્સાહન મળી રહ્યું છે. વર્ષોથી ગુજરાત રાજ્ય સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપી રહ્યું છે અને અત્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ખેલકૂદની પ્રવૃત્તિઓને નવી ઊંચાઈએ લઈ જવા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. થોડા સમય પૂર્વે જ રાજકોટ ખાતે નેશનલ ગેઇમ્સનું શાનદાર અને સફળ આયોજન ક4વામાં પણ મહાનગરપાલિકાએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. સ્પોર્ટ્સના માધ્યમથી “ફિટ ઇન્ડિયા”ને નવું બળ પ્રાપ્ત થઈ રહ્યું છે. 

આ વખતે કુલ ૪૦ સાયકલ લક્કી ડ્રોમાં ગીફ્ટ આપવામાં આવેલ, એ ઉપરાંત અન્ય ૫૦ લક્કી ડ્રોના આકર્ષક ઇનામોથી લોકોનો ઉત્સાહ વધારવામાં આવેલ. સાઇક્લોફન પૂર્ણ કરી આવનાર દરેક સ્પર્ધકને મેડલ આપવામાં આવેલ. ખાસ નોંધવું કે આ કોઇ સ્પર્ધા નથી, વિદ્યાર્થીઓ અને લોકોનો ઉત્સાહ વધે તેમજ ફિટનેસ પ્રત્યે જાગૃતતા વધે તે માટેનો નમ્ર પ્રયાસ બની રહ્યો છે. 

આ સાયક્લોફનને સફળ બનાવવા રાજકોટ મહાનગરપાલિકા, રોટરી મીડટાઉન કલબ, સ્વનિર્ભર શાળા સંચાલન મંડળ અને રાજકોટ સાયકલ ક્લબ જહેમત ઉઠાવી હતી.

* સાયક્લોફનનો પ કિ.મી. નો રૂટ…

– રેસકોર્સ (લોકમેળા ગ્રાઉન્ડ) સ્ટાર્ટ પોઇન્ટ

– રેસકોર્સ બાલભવન (બાલ ભવન મેઇન ગેટ)

– જીલ્લા પંચાયત ચોક

– શ્રી રામકૃષ્ણ આશ્રમ

– ટાગોર રોડ

– એસ્ટ્રોન ચોક

– મહિલા કોલેજ

– કિશાનપરા ચોક

– બીગ બાઇટ

– રેસકોર્સ (એરપોર્ટ ગેટ) એન્ડ પોઇન્ટ

* સાયક્લોફનનો ૨૦ કિ.મી. નો રૂટ…

– રેસકોર્સ (લોકમેળા ગ્રાઉન્ડ) સ્ટાર્ટ પોઇન્ટ

– રેસકોર્સ બાલ ભવન ગેટ

– જીલ્લા પંચાયત ચોક

– ડો. યાજ્ઞિક રોડ

– માલવિયા ચોક

– ત્રિકોણ બાગ

– એસ.ટી.બસ સ્ટોપ

– નાગરિક બેન્ક ચોક (ભક્તિ નગર)

– મક્કમ ચોક

– સત્યવિજય આઇસક્રિમ

– ભક્તિનગર સ્ટેશન ચોક

– ટાગોર રોડ

– લક્ષ્મીનગર અંડર બ્રીજ

– નાનામવા સર્કલ

– મોકાજી સર્કલ

– હોટલ સયાજી

– ક્રિસ્ટલ મોલ

– આકાશવાણી ચોક (એસએનકે)

– સાધુવાસવાણી રોડ

– રૈયા રોડ

– રૈયા સર્કલ

– હનુમાન મઢી

– નિર્મલા રોડ

– કોટેચા ચોક

– મહિલા કોલેજ

– કિસાનપરા ચોક

– રેસકોર્સ (એરપોર્ટ ગેટ) એન્ડ પોઇન્ટ.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *