0
0
Read Time:1 Minute, 3 Second
ગુજરાત ભૂમિ, બોટાદ
રવિ સીઝન ૨૦૨૨-૨૩માં તુવેર, ચણા અને રાયડાનો લઘુતમ ટેકાનો ભાવ પ્રતિ મણ તુવેર રૂ.૧,૩૨૦, ચણા રૂ.૧,૦૬૭ અને રાયડો રૂ.૧,૦૯૦ પ્રતિ મણ ખરીદી કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં તુવેર, ચણા અને રાયડાનું વાવેતર કરેલ હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતો ઓનલાઇન રજીસ્ટ્રેશનની નોંધણી તા.૦૧/૦૨/૨૦૨૩ થી તા.૨૮/૦૨/૨૦૨૩ સુધી કરી શકશે. નોંધણી પ્રક્રીયા ગ્રામ્ય કક્ષાએ “વિલેજ કોમ્યુટર એન્ટરપ્રિન્યોર” (VCE) મારફત કરાવી શકાશે, જેની તમામ ખેડૂતોને નોંધ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી, બોટાદ, જિલ્લા પંચાયતની અખબારી યાદીમાં જણાવાયું છે.