ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ રેસેડેન્સીયલ સોસાયટીઝ, રેસેડેન્સીયલ લો-રાઇઝ ફ્લેટ્સ, રેસેડેન્સીયલ હાઇ-રાઇઝ ફ્લેટ્સ, કોમર્શિયલ કોમ્પલેક્સમાં બિલ્ડિંગના હોદ્દેદારો/એઓપી (એસોસિએશન ઓફ પર્શનસ)ની માંગણીના આધારે યુનિટ (મકાન/ફ્લેટ/દુકાન/ઓફિસ)ની સંખ્યાના આધારે વોટર વર્ક્સ શાખા દ્વારા સમ્પ નળ-કનેકશન મંજુર કરી સ્થાનિકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે. પાણી કનેકશનના પાણી ચાર્જનું બીલ સોસાયટી/એઓપીના નામે અલગથી આપવામાં આવતું હોય છે.
ઘણા ખરા કિસ્સાઓમાં રાજકોટ મહાનગરપાલિકાના ધ્યાનમાં એવુ આવેલ છે કે આવી સોસાયટીઓમાં હોદ્દેદારો/એઓપીમાં થતાં ફેરફારના કારણે કે અન્ય કારણોસર અલગથી આવતા પાણી ચાર્જની રકમ સમયસર ન ચૂકવાતાં આ રક્મ પર સરકારના નિયમાનુસાર દંડનીય વ્યાજ તેમજ નોટીસ ફી વસુલવા પાત્ર થાય છે તેમજ આ રકમ નિયત સમયમર્યાદામાં ભરપાઇ ન થાય તેવા કિસ્સાઓમાં આખરે નળ-કનેકશન કપાત કરવાની રાજકોટ મહાનગરપાલિકાને ફરજ પડે છે.
ઉપરોક્ત કિસ્સાઓ ન બને ત માટે તેમજ રાજકોટ મહાનગરપાલિકાના રહિશોને વધુ અર્થિક નુકશાન ન થાય તેમજ નળ-કનેકશન કપાત જેવી કાર્યવાહી કરવા સુધીની રાજકોટ મહાનગરપાલિકાને ફરજ ન પડે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ રેસેડેન્સીયલ સોસાયટીઝ, રેસેડેન્સીયલ લો-રાઇઝ ફ્લેટ્સ, રેસેડેન્સીયલ હાઇ-રાઇઝ ફ્લેટ્સ, કોમર્શિયલ કોમ્પલેક્સ વિગેરે તમામને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના નળ-કનેકશના બીલ ચેક કરી બાકી રકમ સત્વરે ભરપાઇ કરે તેમજ આગામી નાણાંકિય વર્ષથી નિયમીત બની રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતી વેરા-વળતર યોજનાનો લાભ લે તેવી અપીલ કરવામાં આવે છે.