ગુજરાત ભૂમિ, ભાવનગર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજીત “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમનું આયોજન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભાવનગર દ્વારા તા.૨૭/૦૧/૨૦૨૩ ના રોજ જિલ્લા કક્ષાએ ભાવનગર શહેરમાં જ્ઞાનમંજરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સવારે ૧૧-૦૦ કલાકે નિહાળવાનું આયોજન કરવામાં આવેલ છે. માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે પરીક્ષા સંદર્ભે જીવત પ્રસારણમાં સીધો સંવાદ કરશે. જેનું સમગ્ર દેશમાં જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ ભાવનગર વિસ્તારના સાંસદ, ધારાસભ્યઓ, પદાધિકારીઓ અને શહેરના પ્રતિષ્ઠીત મહાનુભાવો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે. જિલ્લાની તમામ શાળાઓમાં આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા નિહાળવામાં આવનાર છે તેમ જિલ્લા શિક્ષણાધિકારી, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.