ભુજ તાલુકાના મધ્યાહન ભોજન યોજના માનદવેતન ધારકોની ભુજ તાલુકા કક્ષાની કૂકીંગ સ્પર્ધા યોજાઈ

Views: 112
0 0

Read Time:2 Minute, 20 Second

ગુજરાત ભૂમિ, ભુજ

ગત તા.૨૧/૦૧/૨૦૧૩ ના રોજ પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) અંતર્ગત ભુજ તાલુકાના મધ્યાહન ભોજન યોજના માનદવેતન ધારકોની ભુજ તાલુકા કક્ષાની કૂકીંગ કોમ્પિટીશનનું આયોજન પંચાયતી પ્રાથમિક શાળા નં.૧૦, ઉમેદનગર, ભુજ ખાતે કરવામાં આવી હતી. જે કોમ્પિટીશનનું આયોજન વી.એચ.બારહટ મામલતદાર ભુજ (ગ્રામ્ય) ના સીધા માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું. મધ્યાહન ભોજન યોજનામાં અગિયાર માનદવેતન ધારકોએ સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. સ્પર્ધકોને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતા જાહેર કરવા માટે ઉષાબેન પરમાર, બાળ વિકાસ યોજના અધિકારી, ભુજના અધ્યક્ષપણા હેઠળ એક નિર્ણાયક કમિટિની રચના કરવામાં કરવામાં આવી હતી જેમાં પ્રથમ ક્રમના વિજેતા ફાલ્ગુની જે.ત્રિપાઠી (સરોસણા પ્રાથમિક શાળા), દ્વિતીય ક્રમના વિજેતા ફાત્માબેન એ.લંઘા (ભારાપર પ્રાથમિક શાળા) અને તૃતીય ક્રમના વિજેતા કેશરબેન બુચીયા (રતીયા પ્રાથમિક શાળા) ને નિર્ણાયક કમિટિ દ્વારા જાહેર કરવામાં આવેલ જેમાં અનુક્રમે પ્રથમ વિજેતાને રૂ.૫૦૦૦/- દ્વિતીયને રૂ.૩૦૦૦/- અને તૃતીય ને રૂ.૨૦૦૦/- ને રોક્ડ રકમ તથા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં કલ્પનાબેન ગોંદીયા મામલતદાર ભુજ (શહેર), જે.એસ.સિંધી નાયબ મામલતદાર, (મધ્યાહન ભોજન યોજના) ભુજ, નયનાબેન મેઘનાથી, મધ્યાહન ભોજન યોજના સુપરવાઈઝર, યોગેષભાઈ જરદોશ, મુખ્ય શિક્ષક, પંચાયતી પ્રાથમિક શાળા નં.૧૦. ઉમેદનગર, ભુજ સહીતના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા તેવું ભુજ (ગ્રામ્ય) મામલતદાર વિવેક બારહટ દ્વારા જણાવાયું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *