Read Time:1 Minute, 17 Second
બોટાદ
બોટાદની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (ARTO) દ્વારા ગઢડા સ્થિત આઈ.ટી.આઈ. ખાતે “માર્ગ સલામતી” અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારીશ્રીઓ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ તથા સીટબેલ્ટના ઉપયોગનું મહત્વ, ઓવર સ્પીડિંગના જોખમો તેમજ વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનના ઉપયોગથી થતા અકસ્માતો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને જવાબદાર અને સજાગ ડ્રાઇવર બનવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ માર્ગ સલામતી સેમિનારમાં વિવિધ પ્રેઝન્ટેશનના માધ્યમથી પ્રાયોગિક ઉદાહરણો દ્વારા માર્ગ અકસ્માતોના કારણો અને તેના નિવારણ અંગે સમજણ આપવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓ માર્ગ સલામતી અંગે જાગૃત બનશે.
