ગુજરાત ભૂમિ, હારીજ
હારીજ તાલુકાના કુકરાણા થી પ્રસાર થતી માઇનોર કેનાલ જેમાં શંખેશ્વર તાલુકાના પણ મુજપુર લોટેશ્વર સહિત કેટલા ગામોમાં માઈનોલ કેનાલ દ્વારા પાણી પહોંચી છે ત્યારે છેલ્લા એક મહિનાથી ખેડૂતોના ખેતરમાં નર્મદા કેનાલ નું પાણી ન આવતા ખેડૂતોના ઉભા પાક સુકાઈ રહ્યા છે અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓ આ ખાડા કામ કરી રહ્યા છે માત્ર ટેલિફોનિક જવાબો આપે છે આજે પાણી આવી જશે ને કાલે આવી જશે તેવું નર્મદા વિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ગુજરાત સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચે ને ખેડૂત સમૃદ્ધ બને તે માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે પણ નર્મદા વિભાગના અધિકારીઓ પોતાની એસી ચેમ્બર છોડવા તૈયાર નથી તાત્કાલિક ધોરણે પાણી છોડવામાં આવે ખેડૂતોના કરવામાં આવેલ વાવેતર ઓને જીવનદાન મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.