સુરતના પુસ્તક મેળામાં ‘અમર ચિત્રકથા’ સ્ટોલે વાચનરસિકોમાં આકર્ષણ જમાવ્યું

સુરતના પુસ્તક મેળામાં ‘અમર ચિત્રકથા’ સ્ટોલે વાચનરસિકોમાં આકર્ષણ જમાવ્યું
Views: 3
0 0

Read Time:1 Minute, 37 Second

ગુજરાત ભૂમિ, સુરત


આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકો મોબાઈલ અને ગેમ્સમાં વ્યસ્ત છે, ત્યારે ‘અમર ચિત્રકથા’ તેમને આપણા ભવ્ય વારસા, અમર પૌરાણિક પાત્રો, પ્રાચીન, ગૌરવશાળી અને ઐતિહાસિક કથાનકોથી પરિચિત કરાવતું શ્રેષ્ઠ માધ્યમ છે. અમર ચિત્રકથાઓમાં આપણા ગૌરવભર્યા ઈતિહાસ અને ભારતીય સંસ્કૃતિને બાળકો સમજી શકે તેવી વાર્તાઓમાં ઢાળીને સરળ ભાષામાં રજૂઆત કરવામાં આવે છે. બોધપ્રદ વાર્તાની સાથે આબેહૂબ ચિત્રો વાચકને પ્રાચીન યુગની સફર કરાવે છે. સુરતના પુસ્તક મેળામાં મુંબઈ સ્થિત સુપ્રસિદ્ધ ‘અમર ચિત્રકથા’ (ACK) નો સ્ટોલે આકર્ષણ જમાવ્યું છે.
સુરતમાં તા.૧લી માર્ચ સુધી સ્વામી વિવેકાનંદ પુસ્તક મેળો યોજાઈ રહ્યો છે. ઉધના મગદલ્લા રોડ, ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં VNSGU ના મેદાનમાં પુસ્તક મેળાની સાથોસાથ હોર્ટિકલ્ચર મેળો-ફ્લાવર શો, શિલ્પગ્રામ મેળો અને ફૂડ ફેસ્ટિવલ પણ સામેલ છે. પુસ્તક મેળામાં અમર ચિત્રકથા- મુંબઈના સ્ટોલે વાંચનરસિયાઓને બાળપણની યાદો તાજી કરાવી છે. સ્ટોલ નં.૨૫ની પુસ્તક પ્રેમીઓ ઉત્સાહભેર મુલાકાત લઇ રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *