માંગરોળ ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન

માંગરોળ ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન
Views: 1
0 0

Read Time:2 Minute, 3 Second

ગુજરાત ભૂમિ, જૂનાગઢ 

     જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા શ્રી વિવેકાનંદ વિધાલય શાળા કેમ્પસ, ટાવર ગ્રાઉન્ડ, અમ્રૃતબાગ પાસે, માંગરોળ ખાતે નોકરીદાતાઓ તથા રોજગારવાચ્છું વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

     આ ભરતીમેળામાં મંગરોળ, માળીયા હાટીના તથા કેશોદ તાલુકાના ૧૫૦૦ થી વધુ ઉમેદવારોને ઈ-મેઇલ અને સોશિયલ મિડિયાના જુદા-જુદા માધ્યમથી ઈન્ટરવ્યું પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી કુલ ૫૪ ઉમેદવારો હાજર રહયા હતા. આ ભરતીમેળામાં સ્થાનિક નોકરીદાતા ડો.એ.કે. હોસ્પિટલ-માંગરોળ, રિલાયંસ નિપ્પોન લાઇફ ઇન્સ્યુરંસ કંપની –જૂનાગઢ, એચઆર.ટેલેન્ટ સોલ્યુશન પ્રા.લી. અમદાવાદ તરફથી નોકરીદાતા/પ્રતિનિધિ ઉપસ્થિત રહયા હતા. તેમના એકમ/સંસ્થા ખાતે ખાલી જગ્યા માટેની જોબ પ્રોફાઈલ વિશે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ આ નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઈન્ટરવ્યું પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉપસથિત રહેલ પૈકિ ૩૫ જેટલા ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે રોજગાર વાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. તદઉપરાંત રોજગાર કચેરીનાં અધિકારીશ્રી દ્વારા કારકિર્દી માર્ગદર્શન તથા મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ પોર્ટલનું પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *