Read Time:1 Minute, 3 Second
ગુજરાત ભૂમિ, અરવલ્લી
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આર.જેપટેલ સત્યમ વિદ્યાલય દ્વારા તા. ૨૭/૧૨/૨૫ને શનિવારના રોજ અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાનાઓનો સત્કાર સમારંભ યોજાયો. જે અંતર્ગત મનોહરસિંહ જાડેજા તેમજ મંડળના આદ્યસ્થાપક હીરાભાઈ પટેલ, પ્રમુખ ગોરધનભાઈ પટેલ, મંત્રી તેમજ ડીરેક્ટરો હાજર રહ્યા.

મનોહરસિંહ જાડેજા એ વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી વાતો કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો તેમજ શાળાની કાર્યપ્રણાલીની પ્રસંશા કરી. તે બદલ પોલીસ અધિક્ષક, મંડળ તેમજ શાળા પરિવારે આભાર વ્યક્ત કર્યો.

રિપોર્ટર : ધવલ પટેલ, અરવલ્લી
