ગુજરાત ભૂમિ, ડાંગ
રાજ્ય સહિત ડાંગ જિલ્લામાં યોજાઇ રહેલ વિકાસ સપ્તાહ ઉજવણી દરમિયાન “વિકાસ રથ” દ્વારા ડાંગ જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસરના માર્ગદર્શન મુજબ નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત TFYC 3.0 “ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન ૩.૦” નો તમામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ ઓફિસર દ્વારા પ્રારંભ કરવામા આવ્યો છે.
આ અભિયાન મારફત લોકોમાં જાગૃતિ ફેલાવામાં આવી રહી છે. જેમાં તમાકુના ઉપયોગથી થતા નુકશાન અને ભવિષ્યની પેઢીઓને તમાકુની હાનિકારક અસરોથી બચાવવા માટે સંયુક્ત પ્રયાસ જરૂરી છે. તમાકુના મુક્ત જીવનશૈલીના ફાયદાઓ પર પ્રકાશ પાડી શકાય. આ કેમ્પેઇન દ્વ્રારા તમાકુ મુક્ત શૈક્ષણિક સંસ્થાઓ (ToFEI) માટેની માર્ગદર્શિકાનું કડક કાર્યવાહી થાય તે અંગે શાળાને જણાવવામાં આવેલ છે.
ગુજરાત રાજ્યમાં તમાકુના ઉપયોગથી થતી મહામારી અટકાવવા અને રાજ્યમાં તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ ના અમલીકરણ માટે ભારત સરકારના સહયોગથી ગુજરાત રાજ્યમાં વર્ષ-૨૦૦૭-૦૮ થી રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ ચલાવવામાં આવે છે. તમાકુ મુક્ત યુવા અભિયાન ૩.૦ કેમ્પેઇન અંતર્ગત ૬૦ દિવસના અભિયાનમાં લોકોમાં તમાકુના હાનિકારક અસરો અંગે જનજાગૃતિ લાવવાના પ્રયાસોમાં તમાકુ મુક્ત IEC કેમ્પેઇન, રેલી, શૈક્ષણિક શાળાઓમાં વિવિધ કાર્યક્રમ દ્વારા પ્રવૃતિ, તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં આવેલ શાળાઓ, ગામ, આંગણવાડીઓ તમામ સબ સેન્ટરો ખાતે તમાકુ મુક્ત સંકલ્પ પણ લેવામાં આવ્યાં હતાં.
આ સાથે જિલ્લા એન્ફોર્સમેન્ટ સ્કોડ દ્વારા COTPA-2003 એક્ટ (સીગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડોક્ટ એક્ટ) અને PECA-2019 (પ્રોહિબીશન ઇલેકટ્રોનિક સીગારેટ એક્ટ) અંગે ડ્રાઇવ કરવામાં આવેલ. આ અભિયાન દ્વારા લોકોમાં જનજાગૃતિ માટે સોશિયલ મીડીયા દ્વારા પ્રચાર-પ્રસાર પણ કરવામાં આવ્યો હતો. તેમજ જિલ્લાની વિવિધ શાળાઓ, આરોગ્ય કેન્દ્રો ખાતે વ્યસનમુક્તિના શપથ પણ લેવામાં આવ્યાં હતાં.
