Read Time:1 Minute, 9 Second
ગુજરાત ભૂમિ, સુરેન્દ્રનગર
સરકારના જનહિતલક્ષી વિકાસ કાર્યો અને યોજનાઓની માહિતીનો પ્રચાર કરતો ‘વિકાસ રથ’
🗓️ આવતીકાલે, ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ આ વિકાસ રથ ચોટીલા તાલુકાના ૧૫ મુખ્ય ગામોની મુલાકાત લેશે, જેમાં ઢોકળવા, ઝીંઝુડા, મઘરીખડા ગામ જેવા ગામોનો સમાવેશ થાય છે.
📍 ખાસ કરીને ઢોકળવા, ઝીંઝુડા અને મઘરીખડા ખાતે ખાસ કાર્યક્રમો યોજાશે.
🧑🌾આ વિકાસ રથના માધ્યમથી કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ડિજિટલ સેવાઓ સહિતની અનેક યોજનાઓની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવશે.
ગામના સરપંચો, આગેવાનો અને તમામ ગ્રામજનોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વિકાસલક્ષી અભિયાનમાં સક્રિયપણે જોડાવા અને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
