આણંદ જિલ્લામાં જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓએ રજિસ્ટર નિભાવવાનું રહેશે

આણંદ જિલ્લામાં જૂના મોબાઇલ લે-વેચ કરનાર વેપારીઓએ રજિસ્ટર નિભાવવાનું રહેશે
Views: 40
0 0

Read Time:2 Minute, 17 Second

ગુજરાત ભૂમિ, આણંદ

આણંદ જિલ્લામાં નવા-જૂના મોબાઇલ/હેન્ડસેટ લે-વેચ કરનાર તથા સીમકાર્ડ વેચનાર વેપારીઓને આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર. એસ. દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા રજિસ્ટર નિભાવવા હુકમ કરેલ છે. આ જાહેરનામા મુજબ નવા-જૂના મોબાઇલ/હેન્ડસેટ લે-વેચ કરનાર તથા સીમકાર્ડનું વેચાણ કરતા વેપારીઓએ મોબાઇલ લેતાં પહેલાં તેમના રજિસ્ટરમાં મોબાઇલ વેચનારનું તથા જુના મોબાઇલ વેચતી વખતે મોબાઇલ ખરીદનાર તથા વેચનારની ઓળખ અંગેની તમામ વિગતો ફરજીયાતપણે નોંધવાની રહેશે તથા તે માટે અલગ અલગ રજિસ્ટર નિભાવવાના રહેશે, જે મુજબ નવા મોબાઇલ/હેન્ડસેટ વેચાણનું રજીસ્ટર, જુના મોબાઇલ ખરીદવા અંગેનું રજિસ્ટર, જુના મોબાઇલ વેચવા અંગેનું રજીસ્ટર તથા સીમ કાર્ડ વેચાણ અંગેનું રજીસ્ટર અદ્યતન રાખવાનુ઼ રહેશે. 

  કોઇપણ વ્યકિત મોબાઇલ, સીમકાર્ડ, હેન્ડસેટ વગેરે ઓળખકાર્ડ અથવા કોઇપણ ઓળખપત્ર વગર વેચશે, ખરીદશે અથવા કોઇપણ રીતે અન્યને તબદીલ કરશે તો તે અંગે તેવા મોબાઇલ, સીમકાર્ડ, હેન્ડસેટ વગેરે વેચનાર કે પ્રાપ્ત કરનારની જવાબદારી રહેશે.

આ ઉપરાંત સત્તાધિશ અધિકારી ચકાસણી અર્થે માગે ત્યારે અદ્યતન રજિસ્ટર રજુ કરવાનું રહેશે, તેમજ સીમકાર્ડ વેચાણનું સ્ટોક રજીસ્ટર, વેચાણ રજીસ્ટર તથા ઓળખના આધારનો રેકર્ડ ૧ વર્ષ સુધી જાળવણી કરાવવાની મુખ્ય જવાબદારી ડીસ્ટ્રીબ્યુટરની તથા રીટેલરની ૧ માસ સુધી રહેશે. 

આ જાહેરનામું તા. ૦૮/૦૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે, આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *