EWS/LIG/MIG કેટેગરીની આવાસ યોજનામાં એલોટમેન્ટની રકમ ન ભરનાર કુલ ૫૫૫ લાભાર્થીઓને નોટીસ

Views: 147
2 0

Read Time:1 Minute, 8 Second

ગુજરાત ભૂમિ, રાજકોટ 

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યરત છે.

જેમાં EWS/LIG/MIG કેટેગરીની આવાસ યોજનામાં નિયત કિંમતે આવાસ ફાળવવામાં આવે છે. જેમાં અરજદાર દ્વારા આવાસના એલોટમેન્ટ અન્વયેની રકમ ભરવામાં આવેલ ન હોય તેવા કુલ – ૫૫૫ લાભાર્થીઓને નોટીસ આપવામાં આવી. લાભાર્થીઓએ ભરવાપાત્ર બાકી રકમ મહાનગરપાલિકા, સેન્ટ્રલ ઝોન, સિવિક સેન્ટર, ગ્રાઉન્ડ ફલોર, ડો. આંબેડકર ભવન, એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે, ઢેબર રોડ ખાતે દિન – ૭માં તાત્કાલિક ભરપાઇ કરવા અન્યથા આવાસની ફાળવણી રદ્દ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવા લાગતા વળગતા તમામને જાણ કરવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવાસના બાકી હપ્તા ન ભરતા આસામીઓને નોટીસ આપવા અંગેની  સઘન ઝુંબેશ ચાલુ રહેશે.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *