ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
બાગાયત વિભાગના સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર મેંગો તાલાલા દ્વારા આંબાપાકની ખેતી કરતા ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે.
જેમાં આંબાવાડીમાં હાલ મધિયો/હોપર અને થ્રીપ્સનો ઉપદ્રવ જોવા મળે તો બુફ્રોફેંજીન ૨૫% SC ૧૦૦૦ મી.લી અથવા ડેલ્ટામેથ્રિન ૨.૮% EC ૫૦૦ મી.લી અથવા ઇમીડાક્લોપ્રિડ ૧૭.૮% SL ૪૦૦ મી.લી અથવા લેમડાસાયહેલોથ્રીન ૫% EC ૧૦૦૦ મી.લી અથવા ટોલ્ફેનપાયરાડ ૧૫% EC ૨૦૦૦ મી.લી.પ્રતિ ૧૦૦૦ લીટર મુજબ છંટકાવ કરવો તેમજ ભુકીછારાના નિયંત્રણ માટે ડિનોકેપ ૪૮% EC @૫૦૦ ગ્રામ અથવા હેક્ઝાકોનાઝોલ ૫%SC @૧૦૦૦ મી.લી. અથવા પેન્કોનાઝોલા ૧૦% EC @ ૫૦૦ મી.લી. અથવા વેટેબલ સલ્ફર ૮૦% WG ૨ કિ.ગ્રા પ્રતિ ૧૦૦૦ લીટર પાણી મુજબ છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.
આ ભલામણો ફ્રુટ સેટ થયા બાદની હોય જો ફ્લાવરીંગ સ્ટેજ હોય તો નીમ ઓઇલ અથવા જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરવા જણાવ્યું છે.
વધુ માહીતી માટે સેન્ટર ઓફ એક્સેલેન્સફોર મેંગો તાલાલાનો-૦૨૮૭૭-૨૯૬૧૨૯નો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક, ગીર સોમનાથની એક યાદીમાં જણાવાયું છે.
