કેન્દ્ર સરકાર દ્વારા વાવડી(આદ્રી) હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS એવોર્ડ એનાયત

કેન્દ્ર સરકાર દ્વારા વાવડી(આદ્રી) હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS એવોર્ડ એનાયત
Views: 41
0 0

Read Time:3 Minute, 3 Second

હિન ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ

              ગીર સોમનાથ આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લાના છેવાડાના ગામોમાં અવિરત આરોગ્ય સેવાઓ આપે છે. વેરાવળ તાલુકાના છેવાડાના ગામોમાં આરોગ્ય સેવા આપતા વાવડી(આદ્રી)ને રાષ્ટ્રીય કક્ષાનો NQAS (નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ) એવોર્ડ પ્રાપ્ત થયો છે.

ગુણવત્તા, જ્ઞાન કૌશલ્ય ઇન્ફેકશન કંટ્રોલ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ દર્દીઓમાં જાગૃતિ લાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓ પ્રદાન કરવા સબબ વાવડી(આદ્રી) હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી કરનારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વાવડી(આદ્રી)ને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ (NQAS) પ્રોગ્રામ હેઠળ તજજ્ઞો દ્વારા આરોગ્ય કેન્દ્રની કામગીરીના મૂલ્યાંકન બાદ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારના તજજ્ઞો દ્વારા વાવડી(આદ્રી) હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના વિવિધ વિભાગો દ્વારા થતી કામગીરી આરોગ્ય સુવિધાઓ સહિત ગુણવત્તાયુક્ત કામગીરી બદલ પસંદગી થઈ છે.

આરોગ્યલક્ષી સેવાઓનું બારીકાઈથી મૂલ્યાંકન કરી તેનો અહેવાલ ભારત સરકારમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ૮૬.૦૨% ટકા સ્કોર મેળવી વાવડી(આદ્રી) વેલનેસ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને નેશનલ લેવલનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવવામાં ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી. એન બરુઆ, પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી ડૉ અરુણ રોય, ક્વોલીટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો. એચ.ટી.કણસાગરા, એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.દિવ્યેશ ગોસ્વામી, તાલુકા હેલ્થ ઓફિસર ડો.એ.ડી.ચૌધરી, જિલ્લા નોડલ પારૂલબેન ખાણિયા, જયસુખભાઈ ગોરડ, સીએચઓ ચંદ્રકાન્ત ગોહેલ, આશા બહેનો તથા વાવડી(આદ્રી)ના તમામ સ્ટાફે બહુમૂલ્ય યોગદાન આપ્યુ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *