સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે “જાતીય હિંસા, ભેદભાવ, સમાનતા તથા મહિલા લક્ષી કાયદાઓ” વિષયક જિલ્લા કક્ષાનો સેમીનાર યોજાયો

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે “જાતીય હિંસા, ભેદભાવ, સમાનતા તથા મહિલા લક્ષી કાયદાઓ” વિષયક જિલ્લા કક્ષાનો સેમીનાર યોજાયો
Views: 43
0 0

Read Time:3 Minute, 52 Second

ગુજરાત ભૂમિ, સુરત 

              ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી ગુજરાત રાજ્ય સંલગ્ન સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવા તથા જેન્ડર રિસોર્ટ સેન્ટર અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૯ જાન્યુઆરીના રોજ “જાતીય હિંસા, ભેદભાવ, સમાનતા તથા મહિલા લક્ષી કાયદાઓ” વિષયક જિલ્લા કક્ષાના એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સેમિનારના મુખ્ય વક્તા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સુરતના સમાજશાસ્ત્ર વિભાગના આસિ.પ્રોફેસર ડો. મૌસમ ત્રિવેદી દ્વારા જેન્ડરની વિભાવના સાથે તેમણે વિવિધ પરિસ્થિતિઓમાં થતી સામાજિક અસમાનતાની વાતો સાથે વિદ્યાર્થીઓને ગાંધીયુગની મહિલાઓની રાષ્ટ્રીય ચળવળમાં ભાગીદારી તેમજ વર્તમાન સ્થિતિમાં મહિલાઓને સ્થાનનો ખ્યાલ સમજાવ્યો હતો.

             કૌટુંબિકજીવન સાથે જોડાયેલી મહિલાઓની દાયિત્વની વાત સાથે મહિલાઓ માટે priceless , thankless , endless આ ત્રણ મહિલાઓના કામને વેલ્યુએબલ કેવી રીતે બનાવે છે એની સમજ સાથે “ જાતિગત અસમનતા હિંસા વિષય પર વિસ્તૃત પ્રદાન કરેલ છે. તે અંગેની સમજ આપી હતી. મહિલા અને બાળ વિભાગના અધિકારી ડો. મનીષા એ. મુલતાનીએ જાતિગત અસમાનતા સમજાવી બેટી બચાવો બેટી પઢાઓની વાતો સાથે સામાજિક જાગૃતિ, આંતરિક ફરિયાદ નિવારણ સમિતિ અંગે વિદ્યાર્થીઓને માહિતીગાર કર્યા હતા. આ સાથે મહિલા અને બાળ વિભાગ દ્વારા થતી વિવિધ સરકારી યોજનાઓ વિશે વિદ્યાર્થીઓને સમાજમાં કઈ રીતે સમાનતા સ્થાપી શકાય તે વિશે વિગતે માહિતી આપી હતી.

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે “જાતીય હિંસા, ભેદભાવ, સમાનતા તથા મહિલા લક્ષી કાયદાઓ” વિષયક જિલ્લા કક્ષાનો સેમીનાર યોજાયો

            એડવોકેટ સંજય સી. બારે દ્વારા મહિલા લક્ષી વિવિધ કાયદાઓની સમજૂતી આપવામાં આવી હતી. સરકારી વિજ્ઞાન કોલેજના આચાર્યશ્રી ડો.અરુણ જી ધારિયાએ સમાનતા અને ભેદભાવ બાબતે વિદ્યાર્થીઓને સમજૂતી આપી હતી. તેમણે દુષ્યંત શકુંતલાની વાર્તાઓ દ્વારા સ્ત્રી સ્વતંત્રતાની સમજૂતી વિદ્યાર્થીઓને આપી હતી. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના આચાર્ય શ્રી ડો. યુ. કે.ગાંગુર્ડે દ્વારા પ્રાચીન સંસ્કૃત સાહિત્ય સાથે શિવ પાર્વતીના ઉદાહરણો, દાર્શનિક દ્રષ્ટી એ સમાનતા અને યુવાનોને સમતાવાદી બની સમાજમા “સમતાવાદ” ને આગળ લઇ જવા હાકલ કરી હતી. સંવેદનશીલ સમાજ અંગેની સમજૂતી આપી હતી. આ કાર્યક્રમમાં ૨૦૦ જેટલાં વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકઓ સહભાગી થયાં હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.ભગિના એ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સેતુ પ્રકલ્પ હેઠળ જિલ્લા કક્ષાના એક દિવસીય સેમીનારનું આયોજન IQAC કો. ઓર્ડીનેટર ડો.દિલીપ એમ ગાવિત અને સેતુ નોડલ પ્રા. યોગીના જે.પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *