ગાંધી નિર્વાણ દિને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ

ગાંધી નિર્વાણ દિને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ
Views: 8
0 0

Read Time:1 Minute, 43 Second

ગુજરાત ભૂમિ, ડાંગ

           ગાતારીખ ૩૦મી જાન્યુઆરી-ગાંધી નિર્વાણ દિનને દેશમાં ‘શહીદ સ્મૃતિ દિવસ’ તરીકે ઉજવી, દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવે છે. ડાંગ જિલ્લા વહીવટી તંત્રે પણ દેશ સમસ્તની જેમ બરાબર અગિયાર વાગ્યાના ટકોરે, બે મિનિટનું મૌન પાળી, શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જિલ્લા સેવા સદન ખાતે ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથાર, નિવાસી અધિક કલેકટર બી.બી.ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારી યુ.વી.પટેલ, મામલતદાર આહવા સહિત મહેસુલી કર્મચારીઓએ બે મિનિટનું મૌન પાળ્યું હતું.

ગાંધી નિર્વાણ દિને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ

તો ડાંગ જિલ્લા પંચાયત ખાતે પણ વિવિધ શાખા અધિકારીઓ/પદાધિકારીઓ અને પંચાયતકર્મીઓ, ઉપરાંત સુબિર અને વઘઇ મથકે તાલુકા સેવા સદન ખાતે મામલતદારઓ સહિત મહેસુલી અધિકારી, કર્મચારીઓએ ૧૧ વાગ્યે, સાયરનના ધ્વનિ સાથે બે મિનિટનુ મૌન પાળી, શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ સાથે જ જિલ્લા અને તાલુકાઓની જુદી જુદી કચેરીઓમા પણ સંબંધિત અધિકારી, કર્મચારીઓએ શહીદોની સ્મૃતિમા બે મિનિટનુ મૌન પાળી, શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. –

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *