ઊંબા ગામે પેવર બ્લોક કામનું ખાતમુહૂર્ત કરતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા

ઊંબા ગામે પેવર બ્લોક કામનું ખાતમુહૂર્ત કરતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા
Views: 9
0 0

Read Time:2 Minute, 46 Second

ગુજરાત ભૂમિ, વેરાવળ

           જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નાગરિકલક્ષી કામોની અવિરત વણજાર ચાલુ છે ત્યારે વેરાવળ તાલુકાના ઊંબા ખાતે કલેક્ટરએ રસ્તાના પેવર બ્લોકના કામનું ખાતમૂહુર્ત કર્યું હતું અને પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. વેરાવળ તાલુકાના ઉંબા ગામ ખાતે કલેકટરની અનુસૂચિત જાતિ ગ્રાંટમાંથી ઊંબા ગામ ખાતે દિનેશભાઇ આલા ગોહેલના ઘરની બાજુમાંથી પીઠા મંગા વાળાના ઘર સુધી જોડતાના રસ્તા પર તેમજ આંતરીક રસ્તામાં પેવર બ્લોકના કામનું ખાતમૂહુર્ત કરાયું હતું.

           કલેક્ટરએ આ અવસરે જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં થતાં કામો ટકાઉ અને ઝડપથી થાય તે રીતે વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે. ઝુંબેશરૂપે ચાલતા આ વિકાસકાર્યમાં વહીવટી તંત્ર દ્વારા ૪૦ દિવસમાં ૪૦૦થી વધુ કામો કરાયાં છે. સરકાર તરફથી વિવિધ વિભાગને મળતી ગ્રાન્ટનું સુનિયોજીત આયોજન કરી સત્વરે નાગરિકલક્ષી કામો થાય એ રીતે જિલ્લાકક્ષાએ ઝડપથી કામ થઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઊંબામાં અંદાજિત રૂ.૫,૦૦,૦૦૦/- લાખના ખર્ચે થનારા આ વિકાસ કામોના કારણે ગ્રામજનોને પણ રાહત મળશે. ગ્રામજનોએ આ વિકાસ કાર્ય બદલ કલેક્ટરશ્રી સહિત સમગ્ર જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.

             ઊંબા ગામની મુલાકાત દરમિયાન કલેક્ટરએ પ્રાથમિક શાળાની પણ મુલાકાત લીધી હતી અને સુરક્ષા સેતુ અંતર્ગત સ્વબચાવ માટે તાલીમ લેતી વિદ્યાર્થીનીઓ સાથે હળવી શૈલીમાં સંવાદ સાધ્યો હતો. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી કે.પી.પરમાર, જિલ્લા તકેદારી સદસ્ય દિનેશ આમહેડા, સરપંચ જયાબહેન,અગ્રણી હરીશભાઈ સોલંકી સહિત જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ/કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.


Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *