Read Time:56 Second
ગુજરાત ભૂમિ, જામનગર
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલથી બે દિવસ સુધી જામનગર જીલ્લાની મુલાકાતે છે. આવતીકાલ તા.૧૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે તેઓનું જામનગર એરપોર્ટ આગમન થશે. ત્યારબાદ તેઓ સવારે ૧૧:૦૦ વાગ્યાથી સર્કીટ હાઉસ જામનગર ખાતે જીલ્લાના અધિકારીઓ અને આત્માના અધિકારીઓ સાથે પ્રાકુતિક ખેતી સંદર્ભે બેઠક યોજશે. બપોરે તેઓ રિલાયન્સ જવા રવાના થશે. તા.૧૨ના રોજ સવારે ૧૦:૪૫ કલાકે રાજ્યપાલ લાલપુર તાલુકાના મીઠોઈ ગામે ગ્રામજનો અને ખેડૂતો સાથે મુલાકાત કરશે. અને ત્યાંથી તેઓ દેવભૂમિ દ્વારકા જવા રવાના થશે
