સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી
Views: 38
0 0

Read Time:2 Minute, 8 Second

ગુજરાત ભૂમિ, સાવરકુંડલા

                 સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક પર ખેતીમાં હરિત ક્રાંતિ લાવવા નદીઓ અને તળાવો ઊંડા કરીને પાણીના સંગ્રહ મજબૂત થાય અને પાણીનો સંગ્રહ તળાવોમાં થાય ને તળાવ ઊંડા કરીને ફરતી પ્રોટેક્શન દીવાલ બનાવીને પાણીના તળ ને જમીનમાં જાય તેવા અભિગમ ને સાર્થક કરવા ખેડૂતો માટે સતત ચિંતિત એવા ધારાસભ્ય મહેશ કસવાળાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી થી લઈને મંત્રીઓ અને સચિવ કક્ષાએથી 303 લાખની સૈધાંતિક મંજૂરી મેળવી ને ખેતી સમૃદ્ધ કરવાના અભિગમને સાર્થક કરવાની પહેલ ધારાસભ્ય કસવાળાએ કરી હતી.

        સાવરકુંડલા શહેરની નાવલી નદી પર ઉપરવાસમાં આવેલ સૂકનેરા તળાવને ઊંડું કરીને ચોમાસાના પાણીનો સંગ્રહ કરીને ફરતે પ્રોટેક્શન દીવાલ બનાવવાની કામગીરીઓ કરવા 1 કરોડ 9 લાખ 62 હજાર, કૃષ્ણગઢ ગામના તળાવને મજબૂત કરીને પાણીનો સંગ્રહ કરવા 1 કરોડ 9 લાખ 25 હજાર અને લીલીયાના બોડિયા ગામના તળાવને ઊંડું કરીને પ્રોટેક્શન દીવાલ બનાવવા 48 લાખ જેવી માતબર રકમ ધારાસભ્ય મહેશ કસવાળાએ મંજૂર કરાવતા ખેડૂતોમાં ખુશહાલી છે જ્યાર ખેડૂતોની ખેતીની જમીનો ફળદ્રુપ બને અને ખેડૂતો બારેમાસ ખેતીપાક લઇ શકે તેવા સ્વપ્નોને સાકાર કરવામાં ધારાસભ્ય કસવાળાની કુનેહ પૂર્વકની કામગીરીઓ ખેડૂતોએ વધાવી હોવાનું સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી.હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *