0
0
Read Time:1 Minute, 4 Second
ગુજરાત ભૂમિ, આણંદ
આણંદ જિલ્લામાં સુશાસન સપ્તાહ અંતર્ગત જિલ્લાના નાગરિકોને સાચા અર્થમાં સુશાસન સંકલ્પનાને સાકાર કરવા માટે આણંદ ખાતે ડી. એન. હાઈસ્કૂલના મહાત્મા ગાંધી પ્રાર્થના ખંડ ખાતેથી તા.૨૩ ડિસેમ્બરના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સંસદ મિતેષભાઈ પટેલના અધ્યક્ષપદે આણંદ પ્રાંત કક્ષાના મહેસુલી સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત લાભ વિતરણ તથા ક્યુ આર કોડ દ્વારા પ્રતિભાવો મેળવવા માટેના પોર્ટલનું ઉદ્ધાટન કરાશે.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, જિલ્લાના ધારાસભ્યઓ, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના વગેરે ઉપસ્થિત રહેનાર છે.