0
0
Read Time:49 Second
ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે ગઢડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ગીરગઢડા તાલુકાના જુના ઉગલા ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આજે હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત ૩૪ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ આશરે રૂ. ૧૦.૨૦ કરોડની કુલ ૨,૭૫,૦૦૦ ચો.મી. જમીન ૨ દિવસની કામગીરી દરમ્યાન ખુલ્લી કરવામાં આવી હતી.