PMSVANidhi  યોજના અંતર્ગત લોન અરજીઓની મંજુરીની પ્રક્રિયા માટે તા. ૧૮ થી ૨૦ જાન્યુઆરી દરમ્યાન કેમ્પ યોજાશે

Views: 62
0 0

Read Time:3 Minute, 6 Second

ગુજરાત ભૂમિ,, રાજકોટ

ભારત સરકાર દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi(PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી શકે તે હેતુથી પ્રથમ તબક્કામાં રૂ.૧૦,૦૦૦/-સુધીની વર્કિંગ કેપિટલલોન સિક્યુરીટી વિના બેંકોમારફત મળવાપાત્ર થાય છે.તથા પ્રથમ લોન પૂર્ણ થયેલ લાભાર્થીઓને રૂ.૨૦,૦૦૦/- સુધીની વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત સરળતાથી મળી રહે તે માટે નીચેની વિગતે કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

ક્રમબેંકતારીખસમયસમય અને સ્થળ
સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા૧૮/૦૧/૨૦૨૩સવારે ૧૦:૦૦ થી સાંજનાં૫:૦૦ કલાકેસુધી રાજકોટ મહાનગરપાલિકાશ્રી રમેશભાઈ છાયા સભાગૃહ,બીજો માળ,સેન્ટ્રલ ઝોન કચેરી ઢેબર રોડરાજકોટ.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાસેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયાબેંક ઓફ બરોડા૧૯/૦૧/૨૦૨૩રાજકોટ મહાનગરપાલિકાસેન્ટ્રલ ઝોન કચેરી, કોન્ફરન્સ હોલ, પ્રથમ માળ,ઢેબર રોડ, રાજકોટ
બેંક ઓફ બરોડાબેંક ઓફ ઇન્ડીયા૨૦/૦૧/૨૦૨૩રાજકોટ મહાનગરપાલિકાશ્રી રમેશભાઈ છાયા સભાગૃહ,બીજો માળ,સેન્ટ્રલ ઝોન કચેરી ઢેબર રોડરાજકોટ.

આ યોજના અંતર્ગત માન. કમિશનરશ્રી અમિત અરોરા સાહેબનાં માર્ગદર્શનમાં શહેરી શેરી ફેરિયાઓ માટે પી.એમ.સ્વનિધિ યોજના સંબધિત લાભથી વંચિત ન રહે તે માટે લાભાર્થીઓને બેંક ખાતે વારંવાર મુલાકાત ન લેવી પડે અને લોન મંજુરીની પ્રક્રિયા સરળ થાય તે માટે જે ફેરિયાઓની લોન બેંક દ્વારા મંજુર થયેલ છે પણ ખાતામાં લોનની રકમ જમા થયેલ નથી તેવા લોકો માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ માટે ઉપર દર્શાવેલ લગત બેંકોનાં લાભાર્થીઓએ આધાર કાર્ડ, બેંક પાસબુક તથા પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે કેમ્પમાં ઉપસ્થિત રહેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

વિશેષમાં કેમ્પના સ્થળે તા.૧૮/૦૧/૨૦૨૩ થી તા.૨૧/૦૧/૨૦૨૩ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અસંગઠિત ક્ષેત્ર નાં કામદારો માટે ઈશ્રમ કાર્ડ રજીસ્ટ્રેશનની કામગીરી પણ કરવામાં આવનાર છે. જેનો પણ લાભ લેવા લાભાર્થીઓને જાણ કરવામાં આવે છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *