Read Time:1 Minute, 22 Second
ગુજરાત ભૂમિ, વેરાવળ
વેરાવળ તાલુકાના બીજ ગામે સામાજિક ઓડિટ અંતર્ગત ગ્રામ સભા યોજાઈ હતી. આ ગ્રામસભામાં જિલ્લા સામાજિક ઓડિટર દ્વારા સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગેની માહિતી આપવામાં આવી હતી. ગ્રામ સભામાં તલાટી સોનલબહેન દ્વારા ગ્રામજનોના પ્રશ્નોનું યોગ્ય માર્ગદર્શન કરવામાં આવ્યું હતું તેમજ NSAP અંતર્ગતના લાભો અંગેની માહિતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. જિલ્લા સામાજિક ઓડિટર દ્વારા વિવિધ યોજનાઓની તપાસ અંગેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ સરકારની વિવિધ યોજનાઓના લાભ અંગેની માહિતી આપવામાં આવી હતી. આ ગ્રામસભામાં જિલ્લા સામાજિક ઓડિટર ગોવિંદભાઈ સોલંકી, તલાટી સોનલબેન, સરપંચ, ઉપસરપંચ, શાળાના આચાર્ય શ્રી નિમાવતભાઈ, જી.આર.એસ લક્ષ્મણભાઈ બારડ તેમજ આગેવાનો, શાળાનો સ્ટાફ અને આંગણવાડી વર્કરો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.