ગુજરાત ભૂમિ, સોમનાથ
અષાઢી બિજ નિમીત્તે સોમનાથ મહાદેવને વિશેષ જગન્નાથ શૃંગાર કરાયો હતો. આ શૃંગાર પુજારીશ્રીઓ દ્વારા પુષ્પો બિલ્વપત્રો સહિત સામગ્રી દ્વારા તૈયાર કરવામાં આવેલ. મહાભારત ના ઉલ્લેખ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણને પ્રભાસમાં સોમનાથ યાત્રા પ્રીય હતી, ભગવાન શ્રી કૃષ્ણ એ વૈકુંઠ પ્રયાણ માટે દેહોત્સર્ગ ગોલોકધામ ખાતેથી કરેલ. ભગવાન શિવ પરમ વૈષ્ણવ છે, અને ભગવાન શ્રી કૃષ્ણ એ પરમ શિવ ભક્ત છે, વેદોમાં કહેવાયુ છે, કે “शिवस्य हृदयं विष्णुं विष्णोश्च हृदयं शिवः || ” ભગવાન શિવના હ્રદયમાં ભગવાન વિષ્ણુ છે, અને ભગવાન વિષ્ણુના હ્રદયમાં ભગવાન શિવ સદૈવ બિરાજમાન છે. અને બંન્ને સ્વરૂપ અલૌકિક બંધનથી જોડાયેલા છે. આ અલૌકીક દર્શન સાથે સોમનાથ પરીસરમાં જય સોમનાથ જય જગન્નાથ નો નાદ ગુંજી ઉઠ્યો હતો.
- https://hindnews.in/?p=42757
રાજકોટ ખાતે “પત્રકાર રત્ન એકસેલેન્સ એવોર્ડ – ૨૦૨૪” નો ભવ્ય કાર્યક્રમ યોજાયો
તંત્રીશ્રી : ડૉ સીમાબેન પટેલ