ગુજરાત ભૂમિ,
ગુરુપૂર્ણિમા અવસર નિમિત્તે થરાદ તાલુકા ના કરબૂણ ગામ ખાતે શ્રી રામ આશ્રમનાં સંત શ્રી નાગરવનજી બાપુના પાવન સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા ની ખૂબ રંગેચંગે ઉજવણી કરવામાં આવી. જેમાં રાજકીય આગેવાનોથી લઇ સાધુ, સંત તેમજ સંત શ્રી નાગરવનજી બાપુના સેવકો દ્વારા જબરદસ્ત ઉજવણી કરવામાં આવી. બાપુના પાવન ચરણો નાં અનેક સેવકો દ્વારા ગૌ સેવામાં દાન ની સરવાણી વર્ષાવવામાં આવી. જેમાં બાપુ ના અનન્ય સેવક દિનેશભાઈ રાયમલ બારોટ સનવાળ દ્વારા ગૌ માતા ની સેવા તેમજ અબોલ પશુપક્ષીઓ ની સેવા માં ૨૫,૦૦,૦૦૦/- (પચીસ લાખ) રૂપિયા બાપુ ના ચરણો માં ભેટ ધરવામાં આવ્યાં.
આ પ્રસંગ નિમિત્તે આવનાર ભક્તો, સેવકો માટે પૂ.નાગરવનજી બાપુ તરફ થી પ્રસાદ ની પણ વ્યવસ્થા કરવામાં આવી. પૂજ્ય બાપુ નું સંપૂર્ણ જીવન ગાયો અને અબોલ પશુ પક્ષીઓની સેવામાં સમર્પિત છે એવા અનોખા સંતશ્રી ની નિષ્કામ સેવા સમર્પણ થી સમગ્ર પંથક ગૌરવ લે છે. આ કાર્યક્રમ માં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, માવજીભાઈ પટેલ, ડીડી રાજપુત કરબુણ અને કાસવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મઠમાં ગુરૂજીના દર્શન કરી પ્રસાદ લઇ ને ધન્યતા અનુભવી.
રિપોર્ટર : ખેતગીરી ગોસ્વામી, થરાદ
Advt .