ગુજરાત ભૂમિ, છોટાઉદેપુર
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ગુજરાત સરકાર દ્વારા “શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ” કાર્યરત છે, જેમાં નવજાત શીશુ થી ૬ વર્ષ સુધીના આંગણવાડીના બાળકો તથા ધોરણ ૧ થી ૧૨ મા અભ્યાસ કરતા શાળા એ જતા અને શાળા એ ન જતા ૧૮ – વર્ષ સુધીના તમામ બાળકોની “4D” પ્રમાણે આર.બી.એસ.કે. ટીમ દ્વારા દરેક સ્કૂલ, આંગણવાડી, મદરેસા, આશ્રમ શાળા ખાતે મુલાકાત કરી સ્ક્રીનીંગ કામગીરી કરવામાં આવે છે. તેમજ સ્ક્રીનીંગ કામગીરી દરમ્યાન “4D” મુજબ જે બાળકો મળે છે, તેઓને સૌ પ્રથમ તાલુકા (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) કક્ષાએ તપાસણી તેમજ સારવાર કરવામાં આવે છે અને જો વધુ સારવારની જરુર હોય તો તેવા બાળકોને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા નિયત નમૂનામાં સંદર્ભ કાર્ડ સાથે મંજુરી આપી રાજ્ય કક્ષાએ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લામાં જાન્યુઆરી-૨૦૨૪ થી જુન-૨૦૨૪ દરમ્યાન સ્ક્રીનીંગ કરતા કુલ ૫૯ બાળકોને ગંભીર બીમારી જણાઈ આવતા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા રાજ્ય કક્ષાએ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જેમાં હદયના નવા અને રીન્યુ – ૪૪ બાળકો, કીડનીના નવા અને રીન્યુ – ૧૦ બાળકો, કોકલીયર ઈમ્પ્લાંટના – ૧ બાળક, કેન્સરના રીન્યુના ૪, કપાયેલા હોઠ અને તાળવાના -૧૫ ક્લબ ફૂટ – ૧૯ જન્મજાત મોતીયા – ૧, એન.ટી.ડી. – ૪ અને અન્ય જન્મજાત ખામીના ૨૪ લાભાર્થીઓને વધુ સારવાર અર્થે સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં રીફર કરી સારવાર આપવામાં આવી છે.
Advt.