Read Time:1 Minute, 7 Second
બજરંગદળના યુવાનો મેળવી રહ્યા છે શારીરિક, માનસિક, ધાર્મિક, બૌદ્ધિક તાલીમ
ગુજરાત ભૂમિ, જૂનાગઢ
વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા વિશ્વગ્રામ વિદ્યાપીઠ સંકુલ (વડાલ) જૂનાગઢ ખાતે તા.૧૯ મે,૨૦૨૪ થી ૨૬ મે,૨૦૨૪ સુધી બજરંગદળ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે.
આ વર્ગોમાં યોગ, ધ્યાન, પ્રાણાયામ, સુર્યનમસ્કાર, લાણીગ્રવ તલવાર બાજી, રાયફલ શૂટિંગ વગેરેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે.
આ વર્ગની દિનચર્યા સવારે ૪:૩૦ વાગ્યાથી શરૂ થઈ રાત્રીના ૧૦:૦૦ વાગ્યા સુધી અલગ અલગ સત્રોમાં હોય છે. વિવિધ પ્રકારના આ સત્રોમાં શારીરિક, માનસિક, ધાર્મિક, બૌદ્ધિક વગેરે શિક્ષકગણ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવે છે.
Advt.