ગુજરાત ભૂમિ, જામનગર
જામનગર જિલ્લામાં સ્થિત જામનગર તાલુકાના નંદપુર ગામ પાસે આવેલા ઊંડ- 1 સિંચાઈ યોજનામાંથી ડેમના નીચાણ વાસમાં આવેલા ચેકડેમ ભરવા માટે સરકારની કક્ષાએ થી મંજૂરી આપવામાં આવી છે.
જે અન્વયે આગામી તારીખ 21/05/2024 ના રોજ 07:00 કલાક બાદ ઊંડ -1 ડેમના દરવાજા ખોલી નાખવામાં આવશે અને નદીમાં પાણી છોડવામાં આવશે.
તેથી ડેમના નીચાણ વાસના ગામો જેમાં ધ્રાંગડા, ખંભાલીડા, મોટોવાસ અને નાનોવાસ, રોજીયા, રવાણી ખીજડીયા, તમાચણ, માનસર, હમાપર, વિરાણી ખીજડીયા, વાંકીયા, સોયલ અને નથુવડલા ગામોના તમામ નાગરિકોએ નદીના પટમાં અવર-જવર કરવી નહીં.તેમજ ઢોર- ઢાંખર ચરાવવા માટે કે વાડા વાવનારાઓને નદીના પટમાં અવર-જવર ના કરવા માટે સૂચના આપવામાં આવે છે. ઊંડ -1 સિંચાઈ યોજનાના ઉપરવાસમાં ટી.બી.સી. વિસ્તારમાં જો પિયત ચાલુ હોય તો તે બંધ કરીને તેઓની મોટર કે મશીનરી ત્યાંથી દૂર કરીને ત્યાં જરૂરી વ્યવસ્થા ઉભી કરવાની રહેશે.
અત્રે જણાવેલ આ સૂચનાની જે-તે સંબંધિત ગામના સરપંચઓએ અને ગામના આગેવાનોએ સલામતી અને તકેદારી રાખવા માટે બહોળી રીતે પ્રચાર-પ્રસાર કરવાનો રહેશે. તેમ કાર્યપાલક ઈજનેર, જામનગર સિંચાઈ વિભાગ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Advt .