0
0
Read Time:50 Second
ગુજરાત ભૂમિ, મહુવા
આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને તા. ૭ મે ૨૦૨૪ના રોજ યોજાનાર મતદાનમા વધુને વધુ નાગરિકો સહભાગી બને તે માટે ભાવનગર જિલ્લા પ્રશાસન દ્વારા અવનવા કાર્યક્રમો હાથ ધરાયા છે.
જે અનવ્યે આજરોજ ગારીયાધાર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ ગામોમાં મહતમ મતદાન થાય તે માટે મહુવા તાલુકાની શાળાના ૧૫ હજાર જેટલાં વિદ્યાર્થીઓએ તેમના વાલીને પોસ્ટકાર્ડ લખી લોકશાહીના અવસરમાં અવશ્ય મતદાન કરવા, મારો મત-મારૂ ભવિષ્ય, માતો મત- મારો હક લખી લોકશાહીના મહાપર્વમા સહભાગી થવા અપીલ કરી હતી.