ગુજરાત ભૂમિ, જામનગર
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચના દિશાનિર્દેશ મુજબ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના ભાગરૂપે 12-જામનગર સંસદીય મત વિસ્તાર માટે જનરલ ઑબ્ઝર્વર તરીકે હસમત અલી યાતો (IAS), પોલીસ ઑબ્ઝર્વર તરીકે ઉત્તપલ કુમાર નાસ્કર (IPS) અને ખર્ચ ઑબ્ઝર્વર તરીકે અવિજિત મિશ્રા (IRS) ની નિમણુંક કરવામાં આવી છે.
12- જામનગર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણીને લગતી કોઈ પણ ફરિયાદ કે રજૂઆત માટે નાગરિકો તેમને રૂબરૂ મળી શકશે. અથવા જનરલ ઑબ્ઝર્વરના મોબાઈલ નં. 9023380341, પોલીસ ઑબ્ઝર્વરના મોબાઈલ નં. 8799136044 અને ખર્ચ ઑબ્ઝર્વરના મોબાઈલ નં. 8160916519 ઉ૫ર સંપર્ક કરી શકાશે. તેઓ લાલ બંગલો સર્કલ, જામનગર સર્કિટ હાઉસ ખાતેના રૂમ નંબર અનુક્રમે 2, 3 અને 6 પર નાગરિકોને રૂબરૂ મળી શકશે.